Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની સમિક્ષા બેઠક યોજાઈ હતી.

Share

ભરૂચ
આ બેઠકમાં કલેકટરના અધ્યક્ષસ્થાનથી વિવિધ એજન્ડાની ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની સંખ્યા અને તેનો વિસ્તાર, પ્રાકૃતિક કૃષિ પોર્ટલ આઈ – ખેડૂત પર એન્ટ્રી, જિલ્લામાં મોડલ ફાર્મની પરિસ્થિતિ અને તાલીમ, સોઈલ હેલ્થ કાર્ડની કેસ સ્ટડીથી આવેલા વિવિધ પરિવર્તનો, તેમજ પ્રાકૃતિક કૃષિના ઉત્પાદન અને વેચાણ વગેરે જેવા એજન્ડાઓ અંગે અધિકારી સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ રચનાત્મક માર્ગદર્શન પૂરું પાડતા જણાવ્યું હતું કે જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ મળે, ખેડૂતોને તેમની ખેત પેદાશનો પોષણક્ષમ ભાવ મળી રહે તેવી કામગીરી કરી તેના આગામી આયોજન માટે સવિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ મળે તે માટે સંલગ્ન તમામ વિભાગોએ સૂચારું રૂપથી એકબીજાના સંકલનમાં રહી આયોજનને આધારે કામગીરી કરે તે સુનિશ્રિત કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માશ્રી, કૃષિ વૈજ્ઞાનિકઓ, નાયબ ખેતી નિયામક, નાયબ બાગાયત નિયામક,નાયબ પશુપાલન નિયામક તથા સમગ્ર પ્રાકૃતિક કૃષિ ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

આજે સુરત જિલ્લાની માંગરોળ તાલુકા પંચાયતનાં ઉમેદવારોએ વિધિવત ઉમેદવારી નોંધાવી.

ProudOfGujarat

નડિયાદ નગરપાલિકાનું રૂ. ૨૦૯૫. ૨૫ લાખની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર.

ProudOfGujarat

જિલ્‍લા કલેકટર આર. આર. રાવલે અસરગ્રસ્‍ત વલસાડ તાલુકાના ભગોદ ગામની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!