Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની વ્રજ વિહાર સોસાયટીમાં અત્યંત ઝેરી સ્પેક્ટેકલ કોબ્રાનું રેસ્ક્યૂ કરાયું

Share

એક મહિલાના ઘરના કંપાઉન્ડમાં ઘુસેલાં કોબ્રાને જોઇ લોકોમાં ફફડાંટ

વન વિભાગ તેમજ નેચર પ્રોટેકશન ટ્રસ્ટના સભ્યોએ સર્પને સુરક્ષિત સ્થળે મુક્ત કરાયો

Advertisement

ભરૂચ.

ભરૂચમાં આવેલી વ્રજ વિહાર સોસાયટીમાં રહેતાં દિવ્યાબેન ચૌહાણના ઘરના કંપાઉન્ડમાં એક સર્પ ભરાઇ ગયો હતો. જેના પગલે તેમણે તુરંત નેચર પ્રોટેક્શન ટ્રસ્ટને જાણ કરતાં સંસ્થાના સભ્યો હિરેન શાહ, યોગેશ મિસ્ત્રી, રમેશ દવે તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમણે નિરીક્ષણ કરતાં તેમના ઘરના કંપાઉન્ડમાં ગુજરાતમાં જોવા મળતાં 4 અત્યંત ઝેરી પ્રજાતિના સાપ પૈકીનો એક સ્પેક્ટેકલ કોબ્રા હતો. તેની લંબાઇ અંદાજે 5 ફૂટ જેટલી હતી. જેના પગલે તેમણે તુરંત વન વિભાગના આરએફઓ ડાભી સાહેબનો સંપર્ક કરી તેમની સલાહ મુજબ સાપના રેસ્ક્યૂની પ્રક્રિયા શરૂ કરી હતી. સર્પના કારણે કોઇને નુકસાન ન થાય તે માટે લોકોનો ત્યાંથી દૂર ખસેડ્યાં હતાં. જે બાદ કોબ્રાને પકડી પાડ્યો હતો. કોબ્રાને ઝડપી પાડવામાં આવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સભ્યઓએ કોબ્રાને સુરક્ષિત અને પર્યાપ્ત ભોજન મળી રહે તેવા વિસ્તારમાં તેને મુક્ત કર્યો હતો.


Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી.

ProudOfGujarat

સુરત માં અતિવૃષ્ટિ થી ખેડૂતોના પાક ને થયેલ નુકશાન અંગે સર્વેની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આરોપ  ભાજપના જ નેતા દ્વારા કરવામાં આવ્યા છે.

ProudOfGujarat

શહેરા : વણજારીયા ગામના શહીદ જવાન હરિસિંહ પરમારના પરિવારની મદદે સાદરા ગામના જશવંતભાઈ માછી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!