Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લવેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ.ઓફિસર ડૉ.રીટા ચૌધરીનો વિદાય સમારંભ યોજાયો

Share

વાંકલ

માંગરોળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લવેટ ખાતે મેડિકલ ઓફિસરનો 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા વિદાય સમારંભ યોજાયો હતો.માંગરોળના લવેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ.રીટા ચૌધરીએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સમીર ચૌધરી તેમજ ઉપસ્થિત અન્ય મેડિકલ ઓફિસરોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સમીર ચૌધરીએ નિવૃત થઈ રહેલ ડૉ.રીટા ચૌધરીની કામગીરીને બિરદાવી હતી.આ સાથે ડૉ.રીટા ચૌધરીએ ત્રણ વર્ષ દરમિયાન થયેલા અનુભવો રજૂ કર્યા હતાં અને આરોગ્યકર્મચારીઓ તેમજ સ્ટાફનો આભાર માન્યો હતો.

Advertisement

આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સમીર ચૌધરી,આયુષ મેડિકલ અધિકારી ડૉ.ગૌરાંગ પ્રજાપતિ,અન્ય મેડિકલ ઓફિસરો,સ્ટાફ તેમજ આશાવર્કર બહેનો હાજર રહ્યા હતાં.


Share

Related posts

ગાંધીનગરના કલોલમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગ કરનારો રીઢો ગુનેગાર ઝડપાયો

ProudOfGujarat

ઓરવાડા ગામ પાસે બાઇક સ્લિપ થતા અકસ્માત એક મહિલા સહિત ચારના મોત

ProudOfGujarat

યુનેસ્કોની અમૂર્ત ધરોહરની યાદીમાં દીપાવલીના સમાવેશને પગલે ભરૂચમાં ભવ્ય ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!