ખરોડ નજીક આવેલી રોજ ગાર્ડન હોટલ ખાતે સર્વ ધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. યુગલો પોતાના ધર્મના રીત રિવાજ મુજબ લગ્નગ્રંથિમાં જોડાયા ત્યારે ખરોડની ધરતી કોમી એકતાના સંદેશ સાથે કોમી એકતાનો દિપ પ્રજવલ્લિત થઇ ઉઠયો હતો. સમગ્ર સમૂહ લગ્નોત્સવ સમારોહ વાગરાના અગ્રણી હાફેજી ઇસ્માઇલભાઇ તથા તેઓની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ વર્ગના લોકો માટે પોતાના દીકરા – દીકરીઓના લગ્ન કરાવવા ખુબ કઠિન બની ગયા છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ વર્ગના લોકોની વ્હારે આવી એક સરાહનીય કાર્ય થકી અને અન્યો માટે પ્રેરણાદાયી પુરવાર થઈ રહ્યા છે. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઇ રહેલા યગલોને સખી દાતાઓ તરફથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ અર્પણ કરવામાં આવી હતી. આયોજકો દ્વારા હોટલ રોજ ગાર્ડન માં ભોજનની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી…
:- યાકુબ પટેલ..પાલેજ…
