Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટ્રકની ટક્કરે બાઇક ચાલક પટકાયો, માથું ટાયર નીચે ચકદાઇ જતાં મોત

Share

ભરૂચ હાઇવે પર અંતરિમ હોટલ પાસે બનેલી ઘટના

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના નારાયણ નગર-3 ખાતે રહેતાં જગદિશ મુકુંદ ચણાવાલાનો નાનો ભાઇ રવિન્દ્ર ભોલાવ ખાતે આવેલી પાર્થના સ્કૂલ પાસેની સુર્યનારાયણ સોસાયટીએ તેમના પરિવાર સાથે રહે છે. સવારે આઠેક વાગ્યાના અરસામાં જગદિશ ચણાવાલા તેમના ઘરે હતાં. તે વેળાં તેમના ભાઇની પત્નીનો તેમના પર ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તેના પતિ રવિન્દ્ર સવારે સાતેક વાગ્યાના અરસામાં તેમની સ્પ્લેન્ડર બાઇક પર ઝનોર ખાતે નોકરી જવા માટે નિકળ્યાં હતાં. અરસામાં વડદલા નજીકની અંતરિમ હોટલ પાસે ભરૂચથી વડોદરા જવાના રોડ પર અકસ્માત થયો છે. જેથી જગદિશ તેમના સગા સંબંધીઓ સાથે તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. જ્યાં તમણે તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, તેમના ભાઇની બાઇકને એક ટ્રક ચાલકે ટક્કર મારતાં ટ્રકના ટાયર તેના માથા પરથી ફરી વળતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનારા ટ્રક ચાલક તેની ટ્રક ત્યાં જ મુકીને ભાગી ગયો હતો. બનાવની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસને થતાં ટીમે તુરંત સ્થળ પર દોડી આવી મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ સંદર્ભે મૃતકના ભાઇ જગદિશ ચનાવાલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર તાલુકા સેવા સત્તા સમિતિ દ્વારા લીગલ સર્વિસીસ ડે ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઇ.એસ.આઈ. હોસ્પિટલ વિસ્તારમાંથી નેપાળી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામોં ….

ProudOfGujarat

લીંબડી તાલુકાનાં ભાલ પંથકમાં ઝાકળનો કહેર જોવા મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!