Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લીંક રોડ પર જયનારાયણ સોસાયટીમાં શ્રીજીની પ્રતિમા પાસે કચરો નાંખતી મહિલાનો વીડિયો વાયરલ

Share

ગણેશોત્સવ દરમિયાન ફરી વિવાદ, પોલીસે તપાસનો દોર શરૂ કર્યો
ભરૂચ :
ભરૂચ શહેરમાં ગણેશોત્સવ દરમિયાન વિવાદોની સિલસિલો અટકતો નથી. અંકલેશ્વરમાં થોડા દિવસો પહેલાં ગણેશ પંડાલમાં અશ્લીલ નૃત્યનો વીડિયો બહાર આવતા ભારે ચર્ચા જગાવી હતી, ત્યારે હવે એક નવો વીડિયો વાયરલ થતા ભરૂચમાં ચકચાર મચી છે.
ભરૂચના લીંક રોડ પર આવેલી જયનારાયણ સોસાયટીના ગણેશ પંડાલમાં એક મહિલા દ્વારા શ્રીજીની પ્રતિમા પાસે કચરો નાંખવામાં આવ્યો હોવાનો CCTV વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં મહિલા પંડાલમાં પડેલો કચરો એકઠો કરીને શ્રીજીની પ્રતિમા પાસે ઠાલવી દેતી જોવા મળી રહી છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે બાદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્ટેટ કંટ્રોલે ભરૂચ પોલીસને તપાસ શરૂ કરવા તેમજ જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.
સોસાયટીના રહીશો દ્વારા પણ આ બાબતે ભરૂચ પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ CCTV ફૂટેજ મેળવી મહિલાની ઓળખ જાણવા તથા આ કૃત્ય પાછળનો હેતુ શોધવા માટે તપાસ શરૂ કરી દીધી છે.
સ્થાનિક રહીશો આ ઘટનાથી આક્રોશિત છે અને મહિલાની સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. ગણેશોત્સવ જેવા ધાર્મિક પ્રસંગ દરમિયાન આવું કૃત્ય ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારું હોવાનું પણ રહીશોનું કહેવું છે.

Share

Related posts

પાલેજ ગામ પંચાયતમાં શાળાનાં બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરાયું

ProudOfGujarat

તવરા ગામના બેટમાં આહિર સમાજના પરિવારના 21 બકરાના અગમ્ય કારણોસર મૃત હાલતમાં મળ્યા.

ProudOfGujarat

સુરતનાં લીંબાયતની માઉન્ટ મેરી મિશન સ્કૂલનાં સંચાલકોએ શાળા બંધ રાખવાનાં સરકારી આદેશનું પાલન ન કરી શાળા ચાલુ રાખતા વાલી વર્ગમાં ભારે નારાજગી જોવા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!