Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વરસાદમાં ખાડાઓથી હેરાન થયેલાં વાહન ચાલકો હવે ધૂળથી પરેશાન 

Share

ભરૂચ શહેરના માર્ગો પર ધૂળિયું ધુમ્મસ જેવો માહોલ

રોડ પર ઉડતી અનહદ ધૂળને કારણે અકસ્માત સર્જાવાનો ભય

Advertisement

ભરૂચ.

ભરૂચ શહેર જિલ્લામાં વરસાદે વિરામ લેતાં ખાડાઓની સાથે સાથે હવે લોકોને વાહનોના કારણે ઉડતી ધૂળના કારણે ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. નેશનલ હાઈવે સહિતના મુખ્ય રસ્તાઓ પર ભારેવાહનોની અવરજવરને કારણે ઉડતી ધૂળથી રોડ પર જાણે ધૂળનું ધુમ્મસ છવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

ભરૂચ શહેર જિલ્લાના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થતાં વાહન ચાલકો તાજેતરમાં પડેલાં વરસાદ અને તેના કારણે રોડ પર પડેલાં ખાડાઓને કારણે ભારે હેરાન થઈ ગયાં હતાં. વરસાદમાં રોડ પર પાણી ભરાઈ રહેવાને કારણે વાહનો ખાડાઓમાં પટકાતાં હોવાને કારણે વાહન ચાલકોની કમર અને વાહનોની કમાન તુટી રહી હતી. વરસાદે વિરામ લેતાં હવે ખાડાઓ દેખાતાં થતાં વાહન ચાલકો યેનકેન પ્રકારે રોડ પરથી પસાર થઈ રહ્યાં છે. શહેરના કેટલાંક રસ્તાની હાલત એટલી બદતર થઈ ગઈ છે કે એક ખાડો બચાવવા જાય તો વાહન બીજા ચાર ખાડામાં પડે તેવી હાલત છે. તેમાંય જ્યાં રસ્તો થોડો સારો છે ત્યાં વાહનો થોડી સ્પિડ પકડે એટલે ધૂળની ડમરીઓ ઉડતી થઈ જાય છે. રોડ પરની ધૂળની ડમરીઓને કારણે એકંદરે ઝીરો વિઝીબિલીટી જેવું વાતાવરણ થઈ જાય છે. જેના કારણે પાછળ આવતાં વાહન ચાલકોને ભારે મુશકેલીનો સામનો કરવો પડે છે. રોડ પર ઉડતી ધૂળના કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ધૂળની ડમરીના કરણે અકસ્માત થાય તો કોઈ નિર્દોશને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે તેવી સ્થિતી છે. ત્યારે સંબંધિત વિભાગ દ્વારા તેમના વિસ્તારના માર્ગોનું તાત્કાલિક અસરે મરામત કરાવે તેવી માંગ ઉઠી છે.

 

ધૂળના કારણે લોકોને અસ્થમાની બિમારી થવાનો ભય 

ભરૂચ શહેર જિલ્લામાંથી પસાર થતાં રસ્તાઓ પાલમાં અકસ્માત નોતરે તેવા ભયજનક બની ગયાં છે. બીજી તરફ રોદ પર ઊડતી ધૂળને કારણે બાળકોને શાળાએ લાવવા-મુકવા જતાં વાળીઓ તેમજ તેમના સંતાનોને અસ્થમા સહિતની શ્વાસની બિમારી થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ ધૂળના રજકણ આંખોમાં જવાને કારણે લોકોને આંખોના ઈન્ફેક્શનથી લઈ આંખની અન્ય બિમારી કે અન્ય નુકસાન થાય તેવો ભય સતાવી રહ્યો છે.

 


Share

Related posts

જર્મનીમાં રજાઓ માણી રહેલી અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાએ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી.

ProudOfGujarat

ભરૂચ-સક્રિય પત્રકાર સંઘ દ્વારા નંદેલાવ ગામ વિસ્તારમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

તવરા ગામની સરકારી જમીન સંસ્થાને રી-ગ્રાન્ટ ન કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત : સરકારી હસ્તકની જમીન જાહેર હેતુ માટે અનામત રાખવા માંગઃ રેકોર્ડમાંથી સંસ્થાનું નામ કમી કરવાની પણ માગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!