Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા તાલુકાનાં પાડા ગામે યોજાયો ગ્રામ સેવાસેતુ , અનેક લોકોએ મેળવ્યો ઘર આંગણે લાભ

Share

વાંકલ ::

ઉમરપાડા તાલુકાનાં પાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આયોજીત ગ્રામ સેવાસેતુનું આજ રોજ પાડા ગામે આયોજન કરવામા આવ્યું હતું , જેનો 327 થી વધારે લોકોએ વિવિધ સરકારી યોજનાઓનો ઘર – આંગણે લાભ મેળવ્યો હતો.લોકો વિવિધ યોજનાઓનો લાભ મેળવવાને પાત્ર હોવા છતાં પણ જાણકારીનો અભાવ હોવાને કારણે કે સેવા મેળવવા તાલુકા કક્ષાએ જવું પડતુ હોવાને કારણે કે આર્થિક રીતે નબળા હોવાને કારણે લોકો લાભથી વંચિત રહી જતા હોય છે , એવા લોકો માંટે આ ગ્રામ સેવાસેતુની પહેલ વરદાનરૂપ સાબિત થઈ રહી છે.આધાર કાર્ડને લગતી કામગીરી , રેશન કાર્ડને લગતી કામગીરી, આરોગ્યની નિ:શુલ્ક તપાસ અને દવાઓ , બેંકને લગતી કામગીરી , વૃદ્ધા સહાય – વિધવા સહાયને યોજનાઓ જેવી વિવિધ કામગીરી અને સેવાઓનો લાભ ગામના લોકોને પ્રદાન કરવામાં આવ્યો હતો. જેમાં, અધિકારી તરીકે ડો. હિતેશભાઈ (CHO – વાડી) , અજયભાઈ વસાવા – ત.ક. મંત્રીશ્રી , જયેશભાઈ વસાવા- આધાર ઓપરેટર (નસારપુર), સંજયભાઈ વસાવા – VCE તેમજ યોગેશભાઈ વસાવા આધાર ઓપરેટર તરીકે ઉપસ્થિત રહીને લોકોને વિવિધ સેવાઓ પ્રદાન કર્યો હતો ,જેનો લોકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો.

Advertisement

અંતે ગ્રામ સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપનાર તમામ પદાધિકારીઓ, યુવાનો અને ગ્રામજનોનો સરપંચશ્રી ,ગ્રામ સભ્યશ્રી અજયભાઈ ચૌધરી અને યુવા આગેવાન સુનિલભાઈ વસાવા દ્વારા સૌનો આભાર વ્યક્તિ કરવામાં આવ્યો હતો.

વિનોદ મૈસુરીયા, વાંકલ.(ટીના ભાઈ)


Share

Related posts

સમગ્ર ગુજરાત રાજ્યમાં પી.આઈ અને પી.એસ.આઈની બદલીઓ કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં નર્મદા લાઈફ લાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો ભવ્ય શુભારંભ

ProudOfGujarat

એનજીઓના સ્થાપક અમિતાભ શાહ યુવા અનસ્ટોપેબલના સ્કૉલર અને દાનવીરો સાથે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીને મળ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!