Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બૂટલેગર સકંજામાં નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત કરી ભાગેલો બૂટલેગર બાઇક પરથી દારૂના કોથળા રોડ પર પડી ગયા હતા.

Share

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બાઇક પર દેશી દારૂની ખેપ મારી રહેલાં બુટલેગરે બાઇકને ટકકર મારી હતી. અકસ્માત બાદ દેશી દારૂનો જથ્થો પુલ પર જ પડી ગયો હતો અને બાઇક સવાર ભાગી છુટયો હતો. પોલીસે ભાગી છુટેલા બાઇક ચાલક સામોરના ગોડાઉન ફળિયામાં રહેતાં પરેશ મંગા વસાવાને ઝડપી પાડયો છે અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે રહેતા સાવન વસાવા અન્ય એક મહિલા સાથે તેમની બાઈક પર અંકલેશ્વરથી ભરૂચ ને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા બાઈક ચાલકે તેમની બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો

જેમાં બાઇક સવાર બન્નેને ઇજા પહોંચી હતી જ્યારે અકસ્માત સર્જનાર બાઈક પર રહેલ દેશી દારૂનો જથ્થો રોડ પર પડ્યો હતો. અકસ્માત અંગેની જાણ થતા જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે પ્રતિન ચોકડી પાસેથી બાઈક ચોરની ધરપકડ કરી

ProudOfGujarat

ભરૂચ : જંબુસરના વેડચ-ઉબેર માર્ગ ઉપર વરસાદી પાણીમાં એસ.ટી બસ ફસાઈ, મુસાફરો સલામત રીતે બહાર નીકળ્યા

ProudOfGujarat

કરજણનાં સાંપા ગામની સીમમાં બની રહેલ બરોડાથી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના કામગીરીનાં સામાનની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!