Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાની તમામ ૧૩૭૪ આંગણવાડી કેન્દ્રો પર સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં પોષણ શપથ લેવડાવી

Share

ભરૂચ

સંકલિત બાળ વિકાસ યોજના શાખા, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા “રાષ્ટ્રીય પોષણ માસ૨૦૨૫” નો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કુપોષણ તથા એનિમિયા નિવારણ માટે પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ ઉજવવામાં આવે છે. આ વર્ષે ૮મો પોષણ માસતા.૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવાઇ રહ્યો છે.ત્યારે ભરૂચ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના શાખા, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા મુખ્ય કાર્યક્રમ ભરૂચ જિલ્લાના  આમોદ ખાતે  યોજાયો હતો. જેમાં પાણી અને સ્વચ્છતા વિભાગ, જળ શક્તિ મંત્રાલય,  જિલ્લા તંત્રના વિવિધ અધિકારી કર્મચારીઓ, આંગણવાડીના બાળકો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સૌએ “પોષણ શપથ” પણ લેવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લાની તમામ ૧૩૭૪ આંગણવાડી કેન્દ્રો પર પણ સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં પોષણ શપથ લેવડાવી “રાષ્ટ્રીય પોષણ માસ – ૨૦૨૫” નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.

 

Advertisement

Share

Related posts

ભરૂચ : એ.બી.સી. સર્કલ રોડ પર આનંદ રેસ્ટોરન્ટ નજીકથી કારમાંથી રૂ. 80,000 ની ચીલઝડપ…જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વરના સારંગપુર ગામમાંથી થયેલા હાઈવા ટ્રકની ચોરીના મામલામાં જી.આઈ.ડી.સી.પોલીસ ટ્રાન્સફર વોરન્ટથી ત્રણ ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

વડોદરામાં 4 વર્ષના બાળકને બચાવવા જતાં સગર્ભાને ગાયે લીધી અડફેટે, ગર્ભમાં બાળકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!