Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદા બ્રિજ નજીક અર્ટિગા કાર ટ્રક પાછળ ઘૂસી, કચ્છના યુવકનું મોત : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે અકસ્માત, કારચાલકને પણ ઇજા

Share

 

ભરૂચના નર્મદા બ્રિજ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અર્ટિગા કાર અજાણી ટ્રક પાછળ અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કચ્છના 23 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે કારચાલકને ઇજા થઈ હતી.

Advertisement

મળતી માહિતી મુજબ, કચ્છના રાપર તાલુકાના કિડીયા નગરના મૂળ વતની અને હાલ સુરતના અડાજણમાં રહેતા લખમણભાઈ રબારી તેમના નાના ભાઈ રાજાભાઈ સહિતના લોકો સાથે દિવાળીની રજા પૂર્ણ કરી સુરત પરત ફરી રહ્યા હતા. તા. 13 નવેમ્બરની રાત્રે તેઓ મિત્ર હરેશભાઈ ચૌધરીની અર્ટિગા કાર (GJ-05-RY-3682)માં કચ્છથી નીકળ્યા હતા.

તા. 14 નવેમ્બરની વહેલી સવારે પોણા પાંચ વાગ્યે નર્મદા બ્રિજ નજીક કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર આગળ જતી અજાણી ટ્રક પાછળ અથડાઈ હતી. અકસ્માતમાં રાજાભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે કારચાલક હરેશભાઈને પણ કપાળે ઇજા પહોંચી હતી.

108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબે રાજાભાઈને મૃત જાહેર કર્યા હતા. આ મામલે લખમણભાઈએ કારચાલકની બેદરકારી અને ગફલતભરી ડ્રાઇવિંગના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે નજીક IRB ના વાહનને રેતી ભરેલ હાઇવા ચાલકે અડફેટે લેતા ચાર લોકોને ઈજાઓ પહોંચી છે.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં તંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી કુલ 616 યુનિટ રક્ત એકત્રિત કરાયું.

ProudOfGujarat

ભરૂચ : અયોધ્યા ટ્રીટમેન્ટ પ્લાન્ટથી માતરીયા ઇન્ટેકવેલ સુધી આવતીકાલે વીજ પુરવઠો અને પાણી પુરવઠો બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!