Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દાંડી હેરિટેજ માર્ગ પર કડકિયા કોલેજ પાસે ભર વરસાદ માં ખાડા પૂરતું નેશનલ હાઇવે ઓથોરિટી તંત્ર જોવા મળ્યું હતું

Share

દાંડી હેરિટેજ માર્ગ પર કડકિયા કોલેજ થી ફ્રેટ કોરિડોર બ્રિજ વચ્ચે ના 500 મીટર માર્ગ પર ચાલુ વર્ષે 3-3 વાર ગાબડાં પુરાવા છતાં સ્થિતિ એની એ જ જોવા મળી રહી છે. ચાલુ વરસાદ માં જેસીબી વડે ખેતર ની જેમ રોડ ખેડ્યો અને તેના પર મેટલ નાખ્યા હતા. દાંડી હેરિટેજ માર્ગ ઓથોરિટી ના બુદ્ધિનું પ્રદર્શન વાહન ચાલકો માટે અચરજ સાથે તંત્ર ની વેઠ વચ્ચે લોકો માં રોષ ફેલાયો છે

અંકલેશ્વર માંથી પસાર થતા દાંડી હેરિટેજ માર્ગ પર પુનઃ એકવાર તંત્ર ની લીપાપોતી અને તે પણ ચાલુ વરસાદ માં જોવા મળી રહી છે. શુક્રવાર ના રોજ બપોરે એક તરફ ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. આ વચ્ચે કામગીરી અટકાવવા ના બદલે નેશનલ હાઇવે નંબર 228 દાંડી હેરિટેજ માર્ગ પર જેસીબી વડે રોડ ને ખેતર માં ખેડતા હોય તેમ ખેડવામાં આવી રહ્યું હતું અને તેના પર મેટલ નાખી જે.સી.બી વડે જ સમતલ કરવામાં આવી રહ્યું હતું. તંત્રની કામગીરી કેટલી ટકશે એના પર પ્રશ્નાર્થ મુકાયા હતા તંત્ર ના આ બુદ્ધિ પ્રદર્શન વચ્ચે વાહન ચાલકો માં રોષ જોવા મળ્યો હતો. ત્યારે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 3-3 વાર મેટલ વર્ક આ મસમોટા ખાડા પર કરવામાં આવ્યું હતું. છતાં આજદિન સુધી ટક્યું નથી ત્યારે આ ખાડા પુરવા ના નામે સરકારી નાણાં ના વ્યય સાથે લોકો ને હાડમારી વેઠવી પડી રહી છે. આ વચ્ચે દાંડી હેરિટેજ માર્ગ પર જ તંત્ર ની લીપાપોતી જોતા જ ખરેખર આ રોડ પર ના ખાડા ક્યારે પુરાશે તેવા સવાલ ઉભા થયા છે.

Advertisement

Share

Related posts

વલસાડમાં દારૂની રેલમછેલ હતી પોલીસની લાંલઆંખે અછત ઊભી કરી , પ્યાસીઓ જાહે તો જાહે કહા …

ProudOfGujarat

ગરીબોનો શોપિંગ મોલ ‘ખુશીઓનું કબાટ’ શરૂ થશે વડોદરામાં, દરેક વસ્તુ મળશે માત્ર 10 રૂપિયામાં

ProudOfGujarat

ઉમરપાડાના સટવાણમાં પિતાની હત્યા કરનારો પુત્ર ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!