Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજ ટાઉન સહિત પંથકમાં ચોમાસાનો યુ ટર્ન, વ્હેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો…

Share

ભરૂચના પાલેજ ટાઉન સહિત પંથકમાં ચોમાસાએ યુ ટર્ન લીધો હોય એમ લાગી રહ્યુ છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા હતા ત્યારે શનિવારે વ્હેલી સવારે નગરના વાતાવરણમાં અચાનક  પલટો આવ્યો હતો અને જોતજોતામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.

વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ ખાબકતા પાણી પાણી થઈ જવા પામ્યું હતું. પાલેજ નજીક આવેલા વલણ ગામમાં પણ ભારે વરસાદ ખાબક્યાના અહેવાલ મળ્યા છે. વલણમાં ભારે વરસાદને પગલે ગામમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. જેના કારણે ગ્રામજનો હાલાકીમાં મુકાયા હતા. પાણીમાંથી પસાર થતા વાહનોનો વિડિયો વાયરલ થયો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આમ ચોમાસાની વિદાય ટાણે મેઘરાજાએ ફરી એકવાર ધબડાટી બોલાવી હતી…

Advertisement

:- યાકુબ પટેલ..ભરૂચ…


Share

Related posts

રાજપીપળા : નર્મદા સુગરમાં સંતોની ઉપસ્થિતિ વચ્ચે પૂજનવિધિ સાથે શેરડી પીલાણનો પ્રારંભ.

ProudOfGujarat

અંકલેશ્વર ને.હા ૪૮ પર આવેલ એક શોપિંગમાંથી ATM મશીનની ચોરી : આખે આખું ATM મશીન તસ્કરો ઉઠાવી જતા ચકચાર.

ProudOfGujarat

સિઝર યોગેશ બેલેરાવનું વધુ એક કારનામું : જૂની બાઈક વેચાણે આપવાના બહાને યુવાન સાથે ૫૫ હજારની ઠગાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!