Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

થામ ગામ પાસે ટ્રેલરની ટક્કરે પિકઅપ ચાલક સહિત બેને ગંભીર ઇજા

Share

રાત્રે અઢી વાગ્યાના અરસામાં દુર્ઘટના સર્જાઇ
ભરૂચ.
ભરૂચ શહેરના મોટી ડુંગરી વિસ્તારમાં રહેતાં મહંમદ સાજીદ યાકુબ પટેલ ડેરીમાંથી દૂધ લાવી અલગ અલગ દૂકાનો-હોટલમાં આપવા જાય છે. સાંજના 6 વાગ્યે તેઓ તેમનો પિકઅપ ટેમ્પો લઇને ઘરેથી ડેરીએ ગયાં હતાં. જ્યાંથી રાત્રીના સવાઆઠેક વાગ્યાના અરસામાં તેઓ ડેરીમાંથી લાવેલાં દૂધની કેરેટો વાગરાની અલગ અલગ દુકાનોમાં ઉતારી રાત્રીના દોઢેક વાગ્યે તેઓ તેમની પિકઅપ લઇને ઘરે પરત આવવા માટે નિકળ્યાં હતાં. તે વેળાં દરમિયાન ભરૂચ જંબુસર રોડ પર વ્હાલું ગામનું બસ સ્ટેન્ડ પસાર કરી ભરૂચ તરફ આવતાં થામ ગામ પાસે ગુડ્સ ટ્રેન બ્રીજ પાસે રાતના આશરે અઢીએક વાગ્યાના અરસામાં મોડી ટાંકી ભરીને લઇ જતાં ટ્રેલર ચાલકે બેફિકરાઇથી ટ્રેલર હંકારી લાવી તેમની પિકઅપને ટક્કર મારતાં તેમની પિકઅપ રોડની સાઇડમાં આવેલ એંગલમાં ભટકાઇ જતાં તેમના પિકઅપ ટેમ્પોને 2 લાખથી વધુનું નુકશાન થયું હતું. જ્યારે તેમને માથામાં સામાન્ય ઇજા થઇ હતી. જ્યારેતેમના ક્લિનર માાઝ મુસ્તાક બર્ગને ગંભીર ઇજાઓ થઇ હત. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

માંગરોળ : વાંકલ ગામે દુકાનમાં ગ્રાહકના ખિસ્સામાંથી રૂપિયા ચોરી કરતો ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

લીંબડીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર પાસેથી વધુ એક ગેરકાયદેસર લાખોની મત્તાનો બાયોડિઝલનો જથ્થો ભરેલ ટેન્કર ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!