Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પાંજરાપોળ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે કુવારીકા પૂજન અને આરતી ઉતારી

Share

ભરૂચ સમગ્ર દેશમાં માં અંબાની ઉપાસના અને ભક્તિનો પર્વ નવરાત્રી શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે. તેવા સમયે ભરૂચ શહેરમાં આવેલું પાંજરાપોળ સંસ્થાન પણ ધાર્મિક કાર્યક્રમોમાં સક્રિય બની રહ્યું છે. નવરાત્રીના નવમા દિવસે અહીં સેવાભાવી સંસ્થા તથા દ્રષ્ટિ મંડળોના સહયોગથી કુવારીકા કન્યાઓનું વિધિપૂર્વક પૂજન અને આરતી ઉતારવાનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો.પરંપરા મુજબ કુવારીકા કન્યાઓમાં માતા અંબાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી આ પ્રસંગે કૌશિક મહારાજ દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે કન્યાઓનું પૂજન કરાયું હતું. કન્યાઓને લાહણી અર્પણ કરીને તેમનું સન્માન કરાયું અને માતાજીના આશીર્વાદ રૂપે તેમને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.આ ધાર્મિક પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટીગણ મહેન્દ્ર કંસારા, બિપીન ભટ્ટ સહિત શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિભાવથી ભરપૂર આ આયોજનને કારણે પાંજરાપોળ પરિસરમાં દિવ્ય અને પાવન માહોલ સર્જાયો હતો.નવરાત્રી દરમિયાન રોજિંદા ભક્તિમય કાર્યક્રમો સાથે કન્યાઓનું પૂજન આરતી ઉતારવાનો આ કાર્યક્રમ સમાજને સંસ્કાર અને પરંપરાની યાદ અપાવતો સાથે સાથે માતૃશક્તિ પ્રત્યેના આદરની પ્રતિકૃતિ તરીકે રહ્યો હતો.

Advertisement

Share

Related posts

હાલોલ ખાતે આવેલી JCB કંપનીના લેડી બેમ્ફોડ ચેરીટેબલ ટ્રસ્ટ (LBCT) દ્વારા કોરોના સામે મેડિકલ સાધનસામગ્રીની સહાય ..

ProudOfGujarat

અરવલ્લી-મોડાસાના દેવરાજ નજીકથી તાજું જન્મેલ બાળક મળી આવ્યું….

ProudOfGujarat

સુરત : આહિર સમાજ મહિલા ગ્રુપ સુરત દ્વારા મહિલા સશક્તિકરણ અને નારીશક્તિ અંગે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!