Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ,બાજરી,જુવાર તથા રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી કામગીરી શરૂં

Share

ભરૂચ 
ભારત સરકાર દ્વારા ખરીફ  માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે  રૂ. ૨૩૬૯-/- પ્રતિ ક્વિ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨૩૮૯/- પ્રતિ ક્વિ.,મકાઈ માટે રૂ. ૨,૪૦૦/- પ્રતિ ક્વિ. બાજરી માટે રૂ.૨,૭૭૫/- પ્રતિ ક્વિ., (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ) જુવાર(હાઈબ્રીડ) રૂ. ૩,૬૯૯/- પ્રતિ ક્વિ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ), જુવાર (માલદંડી) રૂ.૩,૭૪૯/- પ્રતિ ક્વિ(ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ). તથા રાગી માટે રૂ. ૪,૮૮૬/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ) નિયત કરવામાં આવી છે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે.

નોંધણી:- લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ,બાજરી,જુવાર તથા રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૧૦/૨૦૨૫ થી ૩૧/૧૦/૨૦૨૫ સુધી કરવામાં આવશે. તેમજ ડાંગરની ખરીદી તા. ૦૧/૧૧/૨૦૨૫થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી તથા મકાઈ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી તા. ૦૧/૧૧/૨૦૨૫થી ૩૦/૦૧/૨૦૨૬ સુધી કરવામાં આવશે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂતો મિત્રોને અપીલ કરવામાં આવે છે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.

ડોક્યુમેન્ટ્સ  :- નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, ૭/૧૨ ,૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.

Advertisement

Share

Related posts

ગરૂડેશ્વર તાલુકાના ખેડૂતોએ નર્મદા નિગમે આપેલી નોટીસની હોળી કરી:નર્મદા ડેમનો મેઈન ગેટ બંધ કરવાની ચીમકી.

ProudOfGujarat

માંગરોળમાં ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાનાં કાર્યકરોએ દેખાવ વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ગાંધીનગર-રાજયમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ – કચ્છના અંજાર અને ગાંધીધામમાં 4 ઈંચ નોંધાયો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!