Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાના “નોંધણા”ગામની અસ્થિર મગજની મહિલાની તળાવ પાસેનાં ઊંડા વરસાદી કાંસમાંથી મળી લાશ.

Share

એક દિવસથી ગુમ થયેલા નોંધણા ગામના ડેરી ફળિયામાં રહેતા, કૌ્મુદી બહેન આગલા દિવસથી ગુમ હોય, આજુબાજુના ગામડાઓમાં તપાસ કરવા છતાં ન મળતા ગામનાં અગ્રણીઓએ, જંબુસર ફાયરબ્રિગેડને જાણ કરતા, ફાયર બ્રિગ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ ગામના તળાવમાં તપાસ આદરી હતી.બે કલાકની જહેમત અને તપાસ બાદ, લાશ તળાવ નજીક વાલીપોર જવાના રસ્તા પાસે વરસાદી કાંસમાંથી મળી આવતા સંભાવનાઓ અને શક્યતાઓનો અંત આવ્યો હતો.

નોંધણા ગામના ડેરી ફળિયામાં રહેતા કૌ્મુદીબેનની એક દીકરી અમેરિકામાં હોય ઘરમાં એકલું અટુંલુ જીવન જીવતા, માનસિક રીતે બીમાર હોય જેમની લાશ તળાવ પાસેની ઊંડી ગટરમાંથી મળી આવતા ગામ અને પરિવારમાં શોકનું મોજું અને ગમગીની પ્રસરીછે. બે કલાકથી તળાવમાં જંબુસરના લાશકરો અને સ્થાનિક તરવૈયાઓની ઊંડા અગાધ જળમાં તપાસ કર્યા બાદ, ગામના વલીપોર જવાના રસ્તા પરથી ઊંડી ગટરમાંથી મળતા લશ્કરોએ રાહતનો દમ લીધો હતો.વેડચ પોલીસની ઉપસ્થિતિમાંજ લાશ મળતા ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા લાશને ગટરના પાણીમાંથી બહાર લાવી. વેડચ પોલીસ ઉપસ્થિતિ હોય જંબુસર સબ ડિસ્ટિક્ટ હોસ્પિટલમાં પોસ્મૉર્ટમ ખાતે પહોંચાડી વેડચ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાછે.

Advertisement

બાઈટ.. જય પટેલ નોંધણા ગામના રહેવાસી


Share

Related posts

અમદાવાદના ગોમતીપુરમાં સગીરા પર દુષ્કર્મ કરનાર યુવકને આજીવન કેદની સજા ફટકારાઇ.

ProudOfGujarat

હઝરત સૈયદ હશન અશ્કરી બાવા રાજપારડી તરસાલીની રાજપારડી રાત્રી મુકામ કરી સવારે સાંસરોદ જવા રવાના થશ.

ProudOfGujarat

ભરૂચ ખાતે કાર્યરત ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેક્કન ફાઈન કેમ કંપનીના ઉપક્રમે સીવણ કલાસ તાલીમનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!