Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

Share

(યજુવેન્દ્રસિંહ ચુડાસમા)

મહેમદાવાદ નગરપાલિકાની ૭ વોર્ડની ૨૮ બેઠકોની ચૂંટણીનાં પરિણામો સોમવારે જાહેર થઇ ગયા છે. જેમાં સત્તાધારી પક્ષ ભાજપે નગરપાલિકાજાળવી રાખી છે. ભાજપ ૧૫, કોંગ્રેસ ૦૬, અપક્ષ ૦૭ બેઠકો પર વિજય મેળવ્યો હતો. ભારે રસાકસી ભરેલ ચૂંટણીનાં પરિણામોથી સૌ કોઈને અચંબિત કરી દીધા હતા. નવા નીશાલ્યા એવા ૦૭ અપક્ષ વિજયી બન્યા છે. એવામાં સ્પષ્ટ બહુમતિ ભાજપના હોવાને કારને સરકાર ટ્રો ભાજપની જ બનશે જ્યારે પ્રમુખ, ઉપ પ્રમુખ, સોનાવાલા હાઈસ્કૂલના ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વિવધ કમિતીઓના ચેરમેન કોણ બનશે તે ચર્ચાએ જોર પકડ્યું છે. તેથી જોવાનું રહ્યું કે કોણે શું બનાવવામાં આવે છે. જ્યારે નવા ચૂંટાયેલા ઉમેદવારો લોકો માટે કેટલા ખરા ઉતારે છે એ તો આવનારો સમય જ બતાવશે.

Advertisement

Share

Related posts

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય એ પામ સન્ડેની ઉજવણી કરી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના દધેડા ગામે વિજેતા ઉમેદવારના વિજય સરઘસમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચમાં પ્રથમવાર વૈદિક “ધન પરાયણ” કાર્યક્રમનું ભવ્ય આયોજન :  સિદ્ધિવિનાયક મંદિર ખાતે સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ તેમજ રાષ્ટ્ર કલ્યાણના હેતુસર આયોજન

ProudOfGujarat
error: Content is protected !!