Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદના મેલડી નગરમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યું કરાયું.નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકરોએ અજગરનું રેસ્ક્યું કરતા લોકોએ રાહત અનુભવી…

Share

આમોદમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આમોદના મેલડી નગર ખાતે ગત રોજ રાત્રિના સમયે મહાકાય અજગર જોવા મળતા પશુપાલકોમાં ગભરાટ જોવા મળ્યો હતો.જેથી સ્થાનિક રહીશ બીજલ ભરવાડે આમોદ વન વિભાગને જાણ કરતા આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સુચના અને માર્ગદર્શન હેઠળ નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર અંકિત પરમાર તેમજ હેમંત પરમારે મેલડી નગરમાં છુપાયેલા અજગરને શોધી કાઢી ભારે જહેમત બાદ આશરે આઠ ફુટ લાંબા અજગરનું રેસ્ક્યું કર્યું હતું.ત્યાર બાદ તેને નૈસર્ગીક વાતાવરણમાં મુકત કરવામાં આવ્યો હતો…

 

Advertisement

:- યાકુબ પટેલ..પાલેજ…


Share

Related posts

કેન્દ્ર સરકારનુ બજેટ: વિકાસ નહીં, કાપછાંટ વાળું : સંદીપ માંગરોલા

ProudOfGujarat

સુરતની વિનસ હોસ્પિટલમાં મિલિઓઇડોસિસ નામના રોગના બેકટેરિયા એક દર્દીના પરુમાંથી શોધી કાઢવામાં આવ્યા.

ProudOfGujarat

વિરમગામ માંડલ દેત્રોજ રામપુરા ઠાકોર વિકાસ મંડળ દ્વારા સમૂહ લગ્ન યોજાયા. 40 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!