Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વિપક્ષના વિરોધ વચ્ચે વિકાસ કાર્યોના ૨૫ એજન્ડાને આખરે મંજૂરી અપાઈ 

Share

ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં શનિવારે સામાન્ય સભા યોજાઈ
ભરૂચ.
ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ વિભૂતીબા યાદવની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજવામાં આવી હતી. સામાન્ય સભામાં પાલિકા વિસ્તારના વિકાસના ૨૫ એજન્ડાઓ રજૂ કર્યા હતાં. જેમાં ચર્ચા દરમિયાન કેટલાંક મુદ્દાઓ પર સત્તાધિશો અને વિપક્ષ વચ્ચે વાકયુદ્ધ છેડાયું હતું. અને એક બીજા પર આક્ષેપબાજી કરી હતી. જોકે, અંતે તમામ ૨૫ મુસદ્દાઓ પર મંજૂરીની મહોર લાગી હતી.
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા શનિવારે પાલિકાના સભાખંડમાં યોજવામાં આવી હતી. પાલિકા પ્રમુખ વિભૂતીબા યાદવની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્યસભામાં કારોબારી અધ્યય હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના સત્તાપક્ષના નેતાઓ સહિત વિપક્ષના સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાલા સહિતના હાજર રહ્યાં હતાં. સામાન્ય સભામાં વિકાસ લક્ષી કુલ ૨૫ મુસદ્દા લેવામાં આવ્યાં હતાં. જોકે, તે સમયે ગત સામાન્ય સભામાં થયેલાં વિવાદ બાદ તેની મિનિટસને લઈને વાંધો ઉઠાવ્યો હતો. જોકે, જે તે સમયે શાસકપક્ષે બહુમતીના જોરે વોટિંગ પ્રક્રિયા દ્વારા તમામ એજન્ડા સર્વાનુમતે પાસ કરાવી લીધાં હતાં.
વિપક્ષે સુચવેલાં કામો કરાતાં સત્તાધિશોના અભિનંદન કર્યાં

વિપક્ષ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ,રસ્તા, ગટર સહિતના અનેક કામોની જે તે સમયે આંદોલનો રજૂઆતો કરવામાં આવી હતી. સત્તાપક્ષે તેમણે સુચવેલાં કામોને મંજૂરી આપી તે કરાવી આપતાં વિપક્ષે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે, વિપક્ષે તેમને છેલ્લા ૧૫થી ૨૦ વર્ષથી શહેરમાં અલગ અલગ વિકાસલક્ષી પ્રોજેક્ટોની જાહેરાતો કરવામાં આવી છે. જેની હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તે પદા તેમણે સુચવ્યું હતું.
સાશકપક્ષની મહિલા કોર્પોરેટરની પ્રમુખના પતિ સાથે રકઝક
 
સામાન્ય સભા પુર્ણ થયા બાદ પ્રમુખની કેબીન સામે જ ભરૂચની એક મહિલા કોર્પોરેટરે તેમના વિસ્તારમાં તેમણે ઘણા કામો સુચવ્યા હતાં. જોકે, હવે બીજી ટર્મ પણ પુર્ણ થવાને આરે છે. ત્યારે હજી સુધી તેમના સૂચવેલાં કામો પૈકી એક પણ કામો થયાં નથી. તેવા આક્ષેપ સાથે પ્રમુખની કેબીનની બહાર તેમને ઉહાપો કર્યો હતો. પાલિકા પ્રમુખના પતિ તેમને સમજાવવા આવતાં તેમની વચ્ચે તુતુમેમે થતાં માહોલ ગરમાયો હતો.


Share

Related posts

નેત્રંગનાં રસ્તાઓ પર વહેતા ગંદા પાણી અને ખાડાઓની સમસ્યા યથાવત.

ProudOfGujarat

પતિએ જ પત્નીનું ગળું કાપી નાખ્યું એ પણ રોડની વચ્ચે…. સોશ્યલ મીડિયા પર વિડીયો થયો વાયરલ

ProudOfGujarat

અંકલેશ્વર : નવી નગરીમાં જુગાર રમાડતી મહિલા સહિત 6 જુગારિયાઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!