Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લક્ઝૂરિયસ કારમાં 2.29 લાખના વિદેશીદારૂની હેરાફેરી કરતો ખેપિયો ઝબ્બે : મોકલનાર-લેનાર 4 વોન્ટેડ

Share

ભરૂચના હિતેશનગર ત્રણ રસ્તા પાસે પોલીસે વોચ ગોઠવી હતી
ભરૂચ.
વલસાડની મહિલા બુટલેગર ભરૂચ રેલવે સ્ટેશન પાસે એક ખેપિયાને 2.29 લાખનો વિદેશીદારૂનો જથ્થો આપી ગઇ હતી. જેની હેરાફેરી કરતી વેળાં ખેપિયો પોલીસ સકંજામાં ઝડપાઇ ગયો હતો. જેના પગલે પોલીસે ઝડપાયેલો ખેપિયો, તેનો ભાઇ તેમજ દારૂનો જથ્થો લાવનાર મહિલા બુટલેગ અને મંગાવનારા બે બુટલેગરો મળી કુલ 6 જણા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, એક કાળા કલરની કિયા સેલ્ટોસ કારમાં એક શખ્સ રેલવે સ્ટેશન તરફથી દારૂ ભરી શક્તિનાથ થઇ જંબુસર બાયપાસ તરફ જવાનો છે. જેથી ટીમે અલગ અલગ સ્થળે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં શહેરના હિતેષનગર ત્રણ રસ્તા પાસેની ટીમે ચોક્કસ વિગત વાળી કારને રોકી તપાસ કરતાં કાર ચાલકનું નામ રમઝાન ઇદ્રીશ શેખ (રહે. પ્રતિષ્ઠા રેસિડન્સી, નવજીવન હોટલની બાજુમાં, કાપોદ્રા) હોવાનું માલુમ પડ્યું હતું. કારમાં તલાશી લેતાં તેમાં કુલ 2.29 લાખનો વિદેશીદારૂનો જથ્થો મુકેલો જણાતાં ટીમે તે અંગે તેની પુછપરછ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો રૂબીનાબાનુ સરફરાજ શેખ પાસેથી મંગાવ્યો હતો. તે પોતે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે થેલા ભરીને આપવા માટે આવી હતી. તેણે ઉમેર્યું હતું કે, અરવિંદ ઉર્ફે દાજી પટેલ તેમજ ધર્મેશ ઉર્ફે કાળીયો રાયજી પટેલે તેને શ્રવણ ચોકડી પાસે આવેલાં મહાદેવ મંદિર પાસે બોલાવી તેને કાર આપી હતી. જે બાદ તે તેના ભાઇ હમજા ઇદ્રીશ મન્નુખા શેખ સાથે તેની બાઇક લઇને  રેલવે સ્ટેશન ખાતે ગયાં હતાં. જ્યાંથી રૂબિના પાસેથી દારૂ લઇ કારમાં ભરી અરવિંદ ઉર્ફે દાજી લક્ષ્મણ પટેલ અને ધર્મેન્દ્ર ઉર્ફે કાળીયો રાયજી પટેલને આપવા જઇ રહ્યો હોવાનું કબુલ્યું હતું. ટીમે તેની ધરપકડ કરી દારૂ આપનારી રૂબિનાબાનું, મંગાવનારા અરવિંદ ઉર્ફે દાજી અને ધર્મેન્દ્ર ઉર્ફે કાળીયો તેમજ તેના ભાઇ હમજાને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

- રમઝાન ઇદ્રીશ મન્નુખા શેખ : (રહે.  પ્રતિષ્ઠા રેસિડન્સી, કાપોદ્રા, અંક્લેશ્વર)

અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં બે કેસ સહિત દહેજ, પાોનલી, કોસંબા અને અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં એક-એક કેસ મળી પ્રોહિબિશનના કુલ 6 કેસ


- હમઝા ઇદ્રીશ મન્નુખા શેખ : (રહે.  પ્રતિષ્ઠા રેસિડન્સી, કાપોદ્રા, અંક્લેશ્વર)

દહેજ અને વલસાડના પારડી પોલીસ સ્ટેશનમાં એક-એક એમ કુલ પ્રોહિબિશનના બે કેસ


 - રૂબીનાબાનુ સરફરાજ શેખ (સાગર એપાર્ટમેન્ટ, સઇદ ચોક, વલસાડ)

નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનમાં 4 કેસ, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં બે કેસ તેમજ સુરત રેલવે, વલસાડ ટાઉન, ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક એક કેસ એમ કુલ 9 કેસ


- અરવિંદ ઉર્ફે દાજી લક્ષ્મણ પટેલ (રહે. માખણિયા ફળિયું, દહેજ)

દહેજ પોલીસ સ્ટેશનમાં એક પાસા સહિત 8 કેસ, ભરૂચ પોલીસ સ્ટેશનના બે કેસ, સુરતના પલસાણા પોલીસ સ્ટેશનમાં એક કેસ એમ કુલ 11 કેસ


-ધર્મેન્દ્ર ઉર્ફે કાળીયો રાયજી પટેલ (રહે. જાગેશ્વર ગામ, તા. વાગરા) 

દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં બે, દહેજ પોલીસ સ્ટેશનમાં એક એમ કુલ 3 કેસ
આરોપીઓ સામે સંગઠિત ગુનાની કલમ હેઠળ કાર્યવાહી

પોલીસે ઝડપી પાડેલાં રમઝાન સહિત ફરાર તેના ભાઇ હમઝા, દારૂ લાવનાર વલસાડની રૂબિનાબાનુ, દારૂ મંગાવનારા અરવિંદ ઉર્ફે દાજી તેમજ ધર્મેન્દ્ર ઉર્ફે કાળિયોના ગુનાહિત ઇતિહાસની વિગતો કાઢતાં તમામ આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું માલુમ પડ્યું હતું. તેઓએ દારૂની હેરાફેરી કરવા સંગઠીત થઇ આખો ગુનો આચર્યો હતો. જેના પગલે તેમની સામે સંગઠિત ગુનાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.


Share

Related posts

ભરૂચ જિલ્લાપ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા આયોજન મંડળ’ની બેઠક યોજાઈ

ProudOfGujarat

સુરત : ધો-4 થી ધો-9 સુધીનાં નકલી સર્ટિફિકેટ બતાવી બેલદાર બનનાર પોલીસપુત્ર સહિત 4 ની લાલગેટ પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાનાં પાનવડ ગામમાં સાફ સફાઈનાં અભાવે ગંદકીનું સામ્રાજ્ય વ્યાપી જવા પામ્યું ઠેરઠેર ગંદકી – કચરાનાં ઢગ છવાતા લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય ફેલાઈ રહ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!