Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંભેટાની જીએફએલ કંપનીના એજીએમ અને કર્મીઓની કાર પલટી : એકનું મોત

Share

ગોલાદરા ગામના પાટિયા પાસ ચાલકે કાબુ ગુમાવ્યો

કાર રોડનીસાઇડમાં પાણી ભરેલાં ખાડામાં ખાબકી ગઇ

Advertisement

ભરૂચ.

વડોરદાના ભાયલી વિસ્તારમાં રહેતાં પ્રિયાંક કશ્યમકુમાર દલાલ છેલ્લાં પાંચેક મહિનાથી અંભેટાની જીએફએલ કંપનીમાં આસીસ્ટન્ટ જનરલ મેનેજર ( ટેક્નિલક સર્વિસ) નાઓ તેના કંપનીના સાથી કર્મચારીઓ સતિષ સોમશેખર પિલ્લાઇ (રહે. ભાયલી નાયસા ક્રોસવિંડ) તેમજ યાત્રીક રોહિત યાદવ એમ ત્રણ જણાં વડોદરાથી સતિષની ખાનગી કારમાં અપડાઉન કરતાં હતાં. દરમિયાનમાં ગઇકાલે પણ તેઓ સવારના સાતેક વાગ્યે વડોદરાથી અંભેટા જીએફએલ કંપનીએ નોકરીએ આવવા માટે નિકળ્યાં હતાં. મુલેર ચોકડીથી દહેજ તરફ જવાના રોડ પર ગોલાદરા ગામના પાટિયા પાસે વળાંક પર કાર ચાલક સતિષનું અચાનક કોઇ કારણસર સ્ટિયરીંગ પર કાબુ નહીં રહેતાં કાર બેકાબુ નથીને રોડની સાઇડમાં આવેલાં પાણી ભરેલાં ખાડામાં પલટીખાઇ ગઇ હતી. કશ્યપકુમાર દલાલ તેમજ સતિષ પીલ્લાઇ બન્ને યેનકેન પ્રકારે કારમાંથી બહાર નિકળી આવ્યાં હતાં. જોકે, યાત્રીક નિકળી શક્યો ન હતો. તેમ છતાં તેઓ બન્નેએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કરી તેને જેમતેમ કરીને બહાર કાઢ્યો હતો. જોકે, તે બેભાન જેવી હાલતમાં હોઇ તેને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો હતો.જ્યાં તબીબે તેનું પરીક્ષણ કરતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે તેમણે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

શહેરા તાલુકાના અણિયાદ ગામે આવેલી નર્સિગ કોલજની વિદ્યાર્થીનીનો ગળે ફાંસો ખાઇ આપઘાત

ProudOfGujarat

મામલતદાર દ્વારા સંતોષજનક જવાબ ન મળતા ઝઘડીયા ભાજપા મહામંત્રીની ઉપવાસની ચીમકી ઉપવાસ પર બેસવાની વાત સોશિયલ મિડીયા પર ફરતી થતાં ચકચાર.

ProudOfGujarat

ભરૂચ નર્મદા ચોકડી નજીકથી ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!