Proud of Gujarat
bharuchEntertainmentFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આયુષ્માન ખુરાનાએ પોતાની કારકિર્દીની પાંચમી ૧૦૦ કરોડની હિટ ફિલ્મ આપી, ‘થામા’ સાથે નવી ફ્રેન્ચાઇઝી લોન્ચ કરી!

Share

બોલીવુડ સ્ટાર આયુષ્માન ખુરાનાની દિવાળી પર રિલીઝ થયેલી પહેલી મોટી ફિલ્મ ‘થામા’ ૧૦૦ કરોડ ક્લબમાં શાનદાર એન્ટ્રી કરી છે! આ સિદ્ધિ સાથે, આયુષ્માન પોતાની અનોખી અને ઓફબીટ સિનેમા દ્વારા પાંચ ૧૦૦ કરોડની હિટ ફિલ્મો આપી છે.’થામા’ એ ભારતમાં ₹૧૦૩.૫૦ કરોડ (નેટ બોક્સ ઓફિસ) ની કમાણી કરી છે, જ્યારે તેની અન્ય ૧૦૦ કરોડની સુપરહિટ ફિલ્મોમાં શામેલ છે –

‘ડ્રીમ ગર્લ’ (₹૧૪૨.૨૬ કરોડ), ‘ડ્રીમ ગર્લ ૨’ (₹૧૦૪.૯૦ કરોડ), ‘બધાઈ હો’ (₹૧૩૭.૬૧ કરોડ), અને ‘બાલા’ (₹૧૧૬.૮૧ કરોડ).

Advertisement

આ સફળતા સાથે, આયુષ્માન હિન્દી સિનેમામાં સૌથી સફળ ફ્રેન્ચાઇઝી લોન્ચ કરનાર સૌથી યુવા અભિનેતા બનીને ઇતિહાસ રચ્યો છે. તેમણે ‘ડ્રીમ ગર્લ’, ‘બધાઈ હો’, ‘શુભ મંગલ સાવધાન’, ‘થામા’ અને ‘અંધાધુન’ જેવી ફ્રેન્ચાઇઝીઓની સ્થાપના કરી છે, જેમાંથી ઘણી ફિલ્મોની સિક્વલની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

પોતાની ખુશી વ્યક્ત કરતા આયુષ્માનએ કહ્યું, “એક અભિનેતા માટે વ્યાપારિક સફળતા એક મોટો માપદંડ છે. મારા પ્રકારના સિનેમા સાથે આ સફળતાનો સ્વાદ ચાખવો એ ખૂબ જ ખાસ અનુભૂતિ છે, કારણ કે મને હંમેશા નવી અને અનોખી સામગ્રી ગમતી રહી છે. એક દર્શક તરીકે, હું આવા સિનેમા સાથે સૌથી વધુ જોડાઉ છું. લોકોને આ પ્રકારના સિનેમાને સ્વીકારતા, પ્રશંસા કરતા અને અન્ય લોકોને ભલામણ કરતા જોવું એ ખરેખર એક અભિનેતા માટે એક અદ્ભુત અનુભવ છે. મને ખુશી છે કે મારી ઘણી ફિલ્મો સફળ ફ્રેન્ચાઇઝી બની છે. હું દર્શકોના પ્રેમ અને આશીર્વાદ માટે ખૂબ આભારી છું.”


Share

Related posts

ભરૂચ : નવનિર્મિત નર્મદામૈયા બ્રીજના અંકલેશ્વર તરફ સ્ટ્રીટ લાઈટો બંધનો વિડિયો વાઇરલ : વાહનચાલકોને હાલાકી.

ProudOfGujarat

પાવાગઢ યાત્રાધામ ખાતે ૨ થી ૧૬ એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રી પ્રસંગે સાર્વજનિક જગ્યાઓમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ.

ProudOfGujarat

ગોધરા શહેરના ગાર્ડન રોડ પર આવેલી દિવાલ ધસી પડી.જાનમાલનુ કોઈ નુકશાન નહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!