Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ હાઈવે પર ખેતરમાં ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ ઠાલવતો શખ્સ ઝબ્બે : સુત્રધાર વોન્ટેડ

Share

એલસીબીની ટીમે રેડ પાડી ૧૮ હજાર લીટર કેમિકલ ભરેલું ટેન્કર જપ્ત કર્યું અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની રાજલક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝમાંથી કેમિકલ વેસ્ટ ભરાયું

ભરૂચ

Advertisement

ભરૂચ એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલી રાજલક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝમાંથી એસિડીક કેમિકલ વેસ્ટ પ્રવાહીભરીને નીકળેલાં એક ટેન્કર ચાલકે ભરૂચ નેશનલ હાઈવે નંબર ૪૮ પર બરૂચથી વડોદરા જતા રોડ પર સીવકૃપા ભારત પેટ્રોલિયમના પંપની સામેની બાજુમાં જાહેર શેડ તેમજ ખેતરની વચ્ચે ઝરામાં ગેરકાયદે રીતે એસિડીક કેમિકલ વેસ્ટ પ્રવાહી ખાલી કરવાના છે. જેથી તેમણે તુરંત સ્થળ પર પહોંચી તપાસ કરતાં રોડની સાઈડમાં ચોક્કસ નંબર વાળું ટેન્કર ઉભેલું જણાયું હતું. તેમજ એક શખસ ત્યાં જણાયો હતો. ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં તે તેના ટેન્કરમાંથી કેમિલક વેસ્ટ પ્રવાતી જાહેરમાં રોડ અને ખેતરની વચ્ચે આવેલાં ઝરામાં ગેરકાયદે રીતે ખાલી કરતો હોવાનું માલુમ પડયું હતું. તેમણે શખ્સની પુછપરછ કરતાં તેણે કબુલ્યું હતું કે, તેનું નામ ગોકુળ ભગીરથ નાયક (રહે, ઉજજેન, એમપી) છે. ખરોડ ખાતે રહેતાં તેના ટેન્કર માલિક સકીલ ખાનના કહેવાથી પાનોલી રાજલક્ષ્મી ઈન્ડસ્ટ્રી નામની કંપનીમાંથી એસિડીક કેમિકલ

વેસ્ટ પ્રવાહી ટેન્કરમાં ભર્યું હતું. જે બાદ તેના કહ્યા મુજબ જ તે તે સ્થળે કેમિકલ વેસ્ટ પ્રવાહી જાહેરમાં ખાલી કરવા માટે આવ્યો હતો. ટીમે તેની ૧૮ હજાર કેમિકલ વેસ્ટ પ્રવાહી ભરેલું ટેન્કર મળી કુલ ૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઘટનાને પગલે ટીમે ટેન્કર બાળક ગોકુળ નાયક તેમજ તેના માલિક સકીલ ખાન અને રાજલામી ઈન્ડસ્ટ્રી કંપનીમાંથી કેમિકલ વેસ્ટ ભરી આપનારાઓ સામે નબીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એફએસએલ ટીમને સ્થળ તપાસ માટે બોલાવી

। ભરૂચ !

એલસીબીની ટીમે સ્થળ પર ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ પ્રવાહી ઠાલવનારા ચાલકને ઝડપી પાડયા બાદ સ્થળ પર કેમિલક વેસ્ટ પ્રવાહી ઠાલવવામાં આવ્યું હોવાથી તે કર્યા પ્રકારનો કેમિકલ વેસ્ટ છે તે સહિતની વિગતો મેળવવા એફએસએલની ટીમ ખોલાવવામાં આવી હતી. ટીમે સથળ પરથી સેમ્પલો મેળવી તેને પૃથ્થકરણ માટે મોકલી આપ્યું હતું.

 

પર્યાવરણને નુકસાન કરવા સબબનો ગુનો નોંધાયો । ભરૂચ 1

ઝડપાયેલા ટેન્કર ચાલક તેમજ તેનો માલિક અને તેઓએ જે કંપનીમાંથી કેમિકલ વેસ્ટ લાવ્યાં હતાં. તે રાજલક્ષ્મી ઈન્ડસ્ટ્રી કંપનીના સંલગ્ન અધિકારીઓ કર્મચારીઓએ કેમિકલ વેસ્ટ પ્રવાહીનો આ પ્રકારે જાહેરમાં નિકાલ ન કરી શકાય અને તેનો યોગ્ય ટ્રીટમેન્ટ કર્યા બાદ જ નિકાલ કરી શકાય તે જાણતાં હોવા છતાં સજીવ સૃષ્ટી તેમજ ભુગર્ભ જળ અને જમીન તેમજ પર્યાવરણને નુકસાન થાય તે રીતે ગેરકાયદે રીતે તેમણે કૃત્ય આચર્યું હોઈ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.


Share

Related posts

ઝઘડીયાનાં મુલદ ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે નીલગાયને ઇજા…

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં વિવિધ રસ્તાઓનું લોકાર્પણ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના હસ્તે કરાયું

ProudOfGujarat

નડિયાદમાં પૂર્વ સી.એમ એ ૧૯૪ તપસ્વીઓને પારણા કરાવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!