Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિદ્યાર્થીઓને એસ.ટી બસની સુવિધાઓ ન મળવાથી મેનેજરને ફરિયાદ કરવામાં આવી.

Share

નેત્રંગમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આવેલી છે જે કોલેજમાં ડેડીયાપાડા ઝઘડિયા અને વાલિયાથી મોટા ભાગના આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે ત્યારે તેમને સમયસર પહોંચવા માટે એસટી બસ ની સુવિધાઓ નથી અને જે બસની સુવિધા છે એના મોટા ભાગના ચાલકો સ્થળે પોતાની મનસ્વી રીતે બસ થોભાવતા નથી અને વિદ્યાર્થીઓને જોઈને બસ હંકારી મૂકે છે જેને પગલે વિદ્યાર્થીઓ પોતાના ઘરે ખાનગી વાહનોમાં મોડી સાંજે ઘરે પહોંચે છે આ વિદ્યાર્થીઓમાં યુવતીઓ પણ હોય છે તો વિદ્યાર્થીઓની છેડતીની ઘટનાઓ બનવાની શક્યતા ઉભી થાય તેમ છે. વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા માટે અપીલ કરેલી છે સરકારી આદિવાસી વિસ્તારના વનબંધુ કલ્યાણ યોજના હેઠળ એસ.ટી.બસ ચલાવે છે તો શું આ સેવા ફક્ત કાગળ પર ચલાવવામાં આવે છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે શું સરકાર નથી ચાહતી કે આદિવાસી વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે તો સરકારની એસટી નિગમના અધિકારીઓને આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો કોલેજના તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી રસ્તા રોકો આંદોલન કરીને રસ્તા પર ઉતરીને માર્ગ બંધ કરી દેવાની ફરજ પડશે જેની તમામ જવાબદારી તંત્રની રહેશે જો આ રજૂઆતથી ડેપો મેનેજર કે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે બસ થોભાવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જેની તમામ જવાબદારી પ્રશાસન અને પોલીસની રહેશે આ રજૂઆતો વિદ્યાર્થીઓ દ્વારા મને પોતે કરવામાં આવી ત્યારે આજરોજ કોલેજની બહાર ઊભા રહીને તમામ બસના ડ્રાઇવરોને રજૂઆત કરેલી આવતીકાલથી જો બસો સમય પર સવારના સાડા સાત વાગે વાલિયા અને ડેડીયાપાડા અને બપોરે 1:30 વાગે નેત્રંગથી બસ ઉભી નહિ રાખો તો આંદોલન કરવામાં આવશે જે કંઇપણ થશે એની જવાબદારી એસ.ટી.ડેપો મેનેજરની પ્રશાસનને પોલીસની રહેશે વિદ્યાર્થીઓ દ્વારા બે થી ત્રણ વાર આવેદનપત્ર આપેલ છે છતાં પણ એના પર પગલાં લેવામાં આવેલા નથી ત્યારે આજે તમામ કોલેજના વિદ્યાર્થીઓએ મને રજૂઆત કરેલી ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ અને ત્યારે સવારથી જ કોલેજની બહાર ઊભા રહીને તમામ એસટી બસો રોકીને ડ્રાઇવરોને રજૂઆત કરેલી આવતીકાલથી તમામ બસો ઉભી રાખવી અને ડેપો મેનેજર ટેલિફોનિક વાત કરેલી નેત્રંગ પોલીસ સ્ટેશન પી.એસ.આઇ સાથે પણ રજૂઆત કરેલી અને મામલતદારને પણ રજૂઆત કરેલી છે આવતીકાલથી સમય પર એસ.ટી.બસ ઉભી નહિ રાખો તો કંઇપણ થશે તો તેની તમામ જવાબદારી પોલીસની પ્રશાસનની અને એસટી ડેપો મેનેજરની રહેશે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ટી.વાય બી.કોમમાં અભ્યાસ કરતા આશાસ્પદ યુવાન વિદ્યાર્થીનું નામ ઓનલાઇન રિઝલ્ટમાં પણ નહીં આવતાં યુવકે કેનાલમાં ભૂસકો મારી આત્મહત્યા કરતાં ચકચાર.

ProudOfGujarat

ઝગડીયા ના ઉમલ્લા ગામની રાજશ્રી વિદ્યા મંદિર માં LKG UKG સહીત નાના ભૂલકા ઓએ ઉજવણી કરી

ProudOfGujarat

ભરૂચથી જંબુસર જવાના માર્ગ પર આમોદથી મગણાદ રોડ વચ્ચે કારમાં આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!