Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના ખટોદરા સ્થિત યુનિક મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

Share

આ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતા ભોજનમાં કીડા નીકળ્યા હોવાની ઘટના બાદ હોસ્પિટલની વિશ્વશનીયતા સામે પ્રશ્નાર્થો ખડા થવા પામ્યા છે. આ હોસ્પિટલમાં કેટરિંગ નો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. આજરોજ એક દર્દીને આપવામાં આવેલ ભોજનની થાળીમાં શાકમાં જીવાત નીકળતા હોબાળો મચ્યો હતો. દર્દીઓના પરિવારજનોએ આ અંગે હોસ્પિટલના સંચાલકોનું ધ્યાન દોરવાતા હોસ્પિટલ સંચાલકોએ ભેદી મૌન સેવતા મામલો વધુ વિવાદસ્પદ બન્યો હતો.જોકે પાછળથી સંચાલકોના વલણમાં નરમાશ આવતા કોન્ટ્રાકટર સામે પગલાં લેવા સંચાલકોએ આશ્વાસન આપ્યું હતું.યુનિક હોસ્પિટલમાં માં દાખલ દર્દી અશોક ગવાને ભોજન કરવા બેઠા ત્યારે જીવાત નીકળતા તેઓ નારાજ થયા હતા. તેઓએ જણાવ્યું હતું કે યુનિક હોસ્પિટલમાં ભોજનનું તગડું બિલ વસુલાય છે. પછી જો સારી ગુણવતા ન અપાય તો તેનો વિરોધ કરવો જ પડે.

Advertisement

Share

Related posts

સુરતમાં દેશના સૌ પ્રથમ થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજનું કરાયું લોકાર્પણ, 15 લાખ લોકોને થશે ફાયદો.

ProudOfGujarat

અમેરિકામાં રહેતા NRI દ્વારા સુરતમાં કોરોનાકાળમાં મુશ્કેલીમાં મુકાયેલા પરિવારને 8 લાખની સહાય.

ProudOfGujarat

આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ સાથે ગેરવર્તન કરનાર ભરૂચ તાલુકાના ઉમરાજના તલાટી કમ મંત્રીની માહીતી આયોગ કોર્ટે ધૂળ કાઢી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!