Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમા ઇકો ચોરનારાઓએ વાપીમાં બેન્કમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો : હીંગલ્લા ચોકડી પાસે બન્નેની ધરપકડ : એકની પાસેથી તમંચો મળ્યો

Share

ભરૂચમાં ઈકો કાર ચોરીની ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ
। ભરૂચ ।
ગત ૨૬મી ઓકટોબરના રોજ પેસેન્જરમાં ઈકો કાર ચલાવનાર યુવાન પાસે આવી બે શખ્સોએ નબીપુરનું ભાડુ નક્કી કરી કારમાં બેઠા હતા દરમ્યાનમાં બોસ્ટન હોટલ પાસે ચાલક લધુશંકા માટે નીચે ઉતરતા બંન્ને ગઠિયાઓ કાર લઈ ફરાર થઈ ગયા હતા. મામલામાં ભરૂચ સી.ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સ્થાનિક પોલીસ તેમજ એલસીબી સહિતની ટીમો ગઠિવાઓને શોધવાની કવાયતમાં જોતરાયા હતા. દરમ્યાનમાં સી.ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ.ડોડીયા તેમજ તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ચોરીની કાર સાથે બે શખ્સો નબીપુર હીંગલ્લા ચોકડીથી ભરૂચ તરફ પસાર થનાર છે.
જેના આધારે તેમણે એલસીબીની ટીમની મદદથી ઈકો કારમાં સવાર બે શખ્સોની ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં તેમના નામ અભિષેક રાજેશ બસાવન પાંડે (હાલ રહે.દમણ, મુળ રહે.ગાજીપુર, યુપી), તેમજ સોનુ મુન્નાલાલ શાહુ (હાલ. રહે.દમણ,મુળ રહે.છત્તરપુર, યુપી) હોવાનું માલુમ પડયુ હતુ. તપાસ દરમ્યાન સોનુ શાહુ પાસેથી ટીમને બે ટ્રીગરવારો દેશી તમંચો મળી આવ્યો હતો. બંન્નેની ધરપકડ કરી પોલીસે તેમની ઉલટ તપાસ શરૂ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ઝડપાયેલા બંન્ને આરોપીઓએ ઈકો કાર લુંટવાની આગલી રાત્રિએ વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાને ટાર્ગેટ કરી બેંકના પાછળના ભાગે લગાવેલી બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી ચોરીનો પ્રયાસ કર્યો હતો જો કે અંદરની તિજોરી અને કબાટ નહીં તુટતા તેઓ ત્યાંથી બાઈક લઈને ભાગીને ભરૂચ તરફ આવી રહ્યા હતા જે બાદ ઝાડેશ્વર ચોકડી પાસે તેમની બાઈક મુકી ઈકો કારની લુંટ કરવાનો કારસો રચ્યો હતો. ઈકો કાર લૂટયા બાદ બંન્ને તેમના વતન યુપી ગયા હતા. ત્યાં રોકાયા બાદ તેઓ પરત દમણ જઈ કારને વેચવાની ફિરાકમાં હતા જો કે તે પહેલા જ પોલીસે તેમને દબોચી લીધા હતા.
લેબર કોન્ટ્રાકટના ધંધામાં નુકશાન થતા ચોરીનો પ્લાન બનાવ્યો

ઝડપાયેલા બંન્ને આરોપીઓ પૈકી સોનુ શાહુ કંપનીઓમાં લેબર કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતો હતો જયારે અભિષેક દમણની એક કંપનીમાં કામ કરતો હતો. સોનુ શાહુનો લેબર કોન્ટ્રાકટના વ્યસાયમાં નુકશાન જતા તેણે શોર્ટકટમાં રૂપિયા કમાવવા માટે બેંકમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો જો કે બેંકની તિજોરી કે કબાટ નહીં તૂટતા તેના મનસુબા પર પાણી ફરી વળ્યુ હતું.
અભિષેક પાંડે વિરૂધ્ધ હત્યા સહિતના બે ગુના

ભરૂચ સી.ડીવીઝન તેમજ એલસીબીની ટીમે દબોચેલા બંન્ને આરોપીઓ અભિષેક પાંડે અને સોનુ શાહુના ગુનાહિત ઈતિહાસની તપાસ કરતા અભિષેક પાંડે વિરૂધ્ધ વર્ષ ૨૦૨૩ માં નાની દમણ પોલીસ સ્ટેશનમાં હત્યા તેમજ દમણ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો હોવાનું માલુમ પડયુ હતુ. ઉપરાંત તેઓ બંન્નેએ મળી વાપીમાં બેંકમાં ચોરી કરવાનો પણ પ્રયાસ કર્યાની વિગતો સામે આવી હતી.


Share

Related posts

ગોધરાની શેઠ.પી.ટી. આર્ટસ & સાયન્સ કૉલેજ ખાતે CATC-1 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

દિલ્હીથી ગુમ થઈને ગુજરાત પહોંચેલા બાળકોનું રેલવે પોલીસે કરાવ્યું માતાપિતા સાથે મિલન.

ProudOfGujarat

ભરૂચ: કંથારિયા ખાતે ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર, ૫૦ થી વધુ બાંધકામો ધ્વસ્ત કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!