Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

જંબુસરના વેડચ ગામેથી પસાર થતી મુખ્ય નર્મદા નિગમની કેનાલમાથી યુવક ની લાશ મળી આવતા ચક્ચાર

Share

જંબુસરના વેડચ ગામેથી પસાર થતી મુખ્ય નર્મદા નિગમની કેનાલમાથી યુવક ની લાશ મળી આવતા ચક્ચાર

ભરૂચ જિલ્લા ના જંબુસર ખાતે વેડચ ગામ પાસેથી પસાર થતી નર્મદા નિગમ ની કેનાલ માં બે જેટલાં મિત્રો ન્હાવા પડ્યા હતા તે દરમ્યાન કેનાલ માં એક યુવક ડૂબી જતા લાપતા થયો હતો તેમજ અન્ય એક ને સ્થાનિક લોકોની મદદ થી બાહર કાઢવામાં આવ્યો હતો,

Advertisement

કલાકો સુધી યુવક ની શોધખોળ કરવા છતાં તેનો કોઇ અટ્ટો પટ્ટો લાગ્યો ન હતો જે બાદ ભરૂચ થી રેસ્ક્યુ ટીમ તેમજ વેડચ પોલીસ ની ભારે મેહનત બાદ લાપતા યુવક ને પાણી માંથી શોધી કાઢવામાં સફળતા હાસિલ થઈ હતી,.

જંબુસર ડાભા ગામનો યુવાન હુસેન અબ્બાસ મલેક ઉંમર વર્ષ 27 નર્મદા નિગમની મુખ્ય કેનાલ માંથી મૃત હાલત મા મળ્યો હતો,જે બાદ યુવક ની લાશ ને કેનાલ માંથી બાહર કાઢી તેને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી,


Share

Related posts

ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે એક મહિનો યોગ તપસ્યા ભઠ્ઠીનો દીપ પ્રગટાવી ભઠ્ઠી નો પ્રારંભ કર્યો

ProudOfGujarat

महेश बाबू और रजनीकांत का देहरादून कनेक्शन!

ProudOfGujarat

ભરૂચ: ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી ભયજનક સપાટીએ – તંત્ર દ્વારા કાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!