Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં વૃદ્ધને બે શખ્સોએ પોલીસની ઓળખ આપી દાગીના ઉતારી તફડાવી લીધા

Share

નડિયાદમાં પોલીસના સ્વાંગમાં ત્રણ શખ્સોએ  મોર્નિંગ વોકમાં નીકળેલા વૃદ્ધને બે શખ્સોએ પોલીસની ઓળખ આપી ગણપતી ચોકડી પાસે મર્ડર થયેલ છે તમને ડર નથી લાગતો ચાલો પીઆઈ ચૌહાણ સાહેબ બોલાવે છે તેમ કહી ત્રીજા વ્યક્તિ જોડે લઈ જતાં સમયે દાગીના ઉતારી તફડાવી લીધા હતા.

નડિયાદમાં મંજીપુરા રોડ પર પ્રાઈમ રેસીડેન્સી સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષિય હોતુભાઈ ગાગનદાસ ટીકીયાણી પોતે ઘર નજીક ગત ૮ મી એપ્રિલના રોજ સવારે મોર્નિંગ વોકમા નીકળ્યા હતા. ત્યારે સુંદરવન સોસાયટીના પાછળના દરવાજા પાસે બે અજાણ્યા વ્યક્તિઓ તેમની પાસે આવ્યાં હતા અને પોતાની ઓળખાણ પોલીસની આપી હતી અને ગણેશ ચોકડી તરફ જવાના રસ્તે ખૂન થયેલ છે અને તેનું તમામ સોનુ ઉતારીને લઈ ગયેલ છે તો તમને ડર નથી લાગતો? આટલું બધું સોનુ પહેરીને ચાલવા નીકળ્યા છો લાવો ચલો ઉતારો અને આ લોકોએ જણાવેલ કે સામે પીઆઇ ચૌહાણ સાહેબ ઊભા છે જે તમને બોલાવે છે હોતુભાઈએ ડરના કારણે તેમજ સામેવાળાએ પોલીસ હોવાનું જણાવેલ હોય જેથી વિશ્વાસ આવ્યો હતો અને ગળામાં પહેરેલ એક સોનાની ચેઈન આશરે ચાર તોલાની તથા હાથે પહેરેલ સોનાનું કડુ આશરે ચાર તોલાનું અને એક સોનાની રીંગ આશરે એક તોલાની ઉતારીને ખિસ્સામાં મુકવા જતા આ વ્યક્તિઓએ કહ્યું કે, તમે પીઆઈને મળી લો લાવો સોનુ અમને આપી દો તેમ કહ્યું હતું. જેથી હોતુભાઈએ સોનાના દાગીના બે વ્યક્તિઓને આપ્યા હતા અને આગળ મોટરસાયકલ પર એક વ્યક્તિ ઊભો હતો તે પીઆઈ હોવાનું જણાવી તેમની પાસે લઈ જતાં હતા. આ દરમિયાન ઉપરોક્ત બે વ્યક્તિઓ ઝડપથી ચાલવા લાગ્યા હતા અને હોતુભાઈ પહોચે તે પહેલા જ આ ત્રણેય લોકો કાળા કલરના મોટરસાયકલ પર દાગીના લઈને ફરાર થયા હતા. હોતુભાઈએ દાગીનાની કિંમત રૂપિયા ૨ લાખ ગણાવી છે. આ બાબતે આજે નડિયાદ રૂલર પોલીસ સ્ટેશને  અજાણ્યા ૩ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ધરણાં પ્રદર્શન

ProudOfGujarat

ભારત સરકાર દ્વારા દેશમાં પ્રથમ વખત વિદ્યુત ગ્રાહકોનાં અધિકાર નિયમ 2020 ની પહેલને સુરત ચેમ્બરનો આવકાર…

ProudOfGujarat

અંકલેશ્વર નગર સેવા સદનના ગંદા પાણીની વહન કરતી પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા અનેક ખેતરોમાં પાણી ભરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!