Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પીએમ કિશાન એપ ડાઉનલોડ કરતાં શખ્સના ખાતામાંથી 10 લાખ છૂમંતર

Share

વડોદરા રહેતાં અને મુળ જંબુસરના શખ્સે એકાઉન્ટનું સ્ટેટમેન્ટ તપાસતાં જાણ થઇ
ભરૂચ.
જંબુસરના કલક રોડ પર આવેલાં જનકપુરી સોસાયટીના વતની શૈલેષ બાબુ પટેલ હાલમાં વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહી ખેતીકામ તેમજ કન્સ્ટ્રક્શન મટીરિયલનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. તેમના જંબુસરની એચડીએફસી બેન્કમાં ત્રણ ખાતાં હતાં.દરમિ્યાનમાં તેમણે ગત 23મી ઓક્ટોબરના રોજ બેન્ક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ તપાસતાં એક ખાતામાં 3,981 બીજા ખાતામાં 4,261 રૂપિયા જ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમના ખાતામાંથી ઓનલાઇન ઠગાઇ થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે બેન્કમાં તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, તેમના એક એકાઉન્ટમાંથી 4.20 લાખ તેમજ બીજા ખાતામાંથી 5.80 લાખ અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાંનું જણાયું હતું. અરસામાં તેમણે તેમના પુત્ર સાથે વાતચીત કરતાં માલુમ પડ્યું હતું કે, તેણે કોઇએ તેને વોટ્સએપ પર મોકલેલી  PM KISHAN NEW UPDATE 205.apk નામની ફાઇલ ડાઉન કરી હતી. અરસામાં તપાસ કરતાં તેમના દરેક મેસેજ અન્ય નંબર પર ફોરવર્ડ થયાં હોવાનું જણાયું હતું. નેટ બેન્કીંગમાં અજાણ્યાં આઇફોન-16 પ્લસ વાળા અજાણ્યા નંબર પરથી લોક-ઇન કરી તેમના ખાતાઓમાંથી રૂપિયા કાઢી લીધાં હતાં. ઘટનાને પગલે આખરે તેમણે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ઓનલાઇન ઠગાઇ કરનારા શખ્સના સગડ મેળવવાની કવાયત હાથ ધરી હતી.
ગઠિયાએ ફિક્સ ડિપોઝીટ તોડાવી તે રૂપિયા પણ ચાંઉ કર્યાં

પોતાના ખાતામાંથી રૂપિયા ચોરાયાં હોવાનું જણાતાં શૈલેષ પટેલે ઉંડાણપુર્વક તપાસ કરતાં તેમને જણાયું હતું કે, તેમણે અગાઉ 4 ફિક્સ ડિપોઝીટ કરી હતી. જે ઓનલાઇન ઠગાઇ કરી ગઠિયાએ તે તોડી નાંખી તે રૂપિયા 4.03 લાખ ખાતામાં લઇ બાદમાં તે અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધાં હતાં.
અજાણ્યા નંબર પરથી મોકલાતી  લીંક બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાંખશે 

ઓનલાઇન ઠગાઇ કરતી ટોકળી દિનપ્રતિદિન લોકોને ઠગવા માટે નવા નવા કિમિયા અપનાવી રહ્યાં છે. જેના પગલે સરકાર તેમજ પોલીસ વિભાગ દ્વારા લોકોને ખાસ તાકીદ કરવામાં આવે છે. કોઇ પણ અજાણ્યાં વ્યક્તિને પોતાના એકાઉન્ટની વિગતો નહીં આપવી તેમજ સોશિયલ મિડીયા પર આવતાં કોઇ પણ એપ-ફોટો કે મેસેજને ક્લિક કરો તો ગઠિયાઓ તેના ઉપયોગથી બેન્કના તેમના તમામ એકાઉન્ટની વિગતો મેળવી હતી.તેના આધારે ભરૂચ સાયબરક્રાઇમ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

પંચમહાલ જિલ્‍લા સમાહર્તાએ દેલોચ ગામે રાત્રિ સભા યોજી ગ્રામજનોની લાગણી-માગણીઓને વાચા આપીઆરોગ્‍ય અને શિક્ષણ વિકાસના મહત્‍વના પરિબળો છે:– જિલ્‍લા સમાહર્તા શ્રી ઉદિત અગ્રવાલ

ProudOfGujarat

વલસાડનાં ખેરગામનાં માંડવખડકથી મુન્નાભાઈ MBBS ની ધરપકડ : બોગસ તબીબ ઝડપાયો.

ProudOfGujarat

શુકલતીર્થ ખાતે યોજાતા ઐતિહાસિક મેળાની રવિવારથી ભવ્ય શરૂઆત 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!