Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ચંદન ચોરી કેસમાં 16 વર્ષથી ફરાર આરોપી ઝબ્બે 

Share

રાજસ્થાનનો આરોપી ભરૂચ સ્ટેશને આવ્યો ને ઝડપાયો
ભરૂચ.
ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણા દ્વારા જિલ્લાના વિવિધ કેસમાં નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ તાકીદ કરી હતી. જેના પગલે ભરૂચ એલસીબી પીઆઇ એમ. પી. વાળાએ વિવિધ ટીમની રચના કરી તેમને આરોપીઓને ઝડપી પાડવા ખાસ સુચનાઓ તેમજ માર્ગદર્શન આપ્યું હતું. જેના પગલે ટીમોએ ટેક્નિકલ સર્વેલન્સન તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરાર આરોપીઓના સગડ મેળવવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાનમાં ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, વર્ષ 2009માં થયેલી ચંદનના વૃક્ષોની ચોરીના મામલામાં વોન્ટેડ આરોપી રાજુખાન નિશારખાન પઠાણ (રહે. કલદરખેડા, ચિત્તોડગઢ, રાજસ્થાન) હાલમાં ભરૂચ રેલવે સ્ટેશનની બહાર જોવા મળ્યો છે. જેથી એક ટીમે તુરંત સ્થળ પર દોડી જઇ તપાસ કરી ચોક્કસ વિગતોને આધારે આરોપી રાજુખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. ટીમે તેની ઉલટ તપાસ કરી ચોરીમાં તેની સંડોવણી અંગેની પુછપરછ કરતાં તેણે ચોરીની કબુલાત કરી હતી. ઝડપાયેલા આરોપીને ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપતાં પોલીસે તેની ધરપડક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

સાગબારાના આંતરિક માર્ગો પર મસમોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ હેરાન પરેશાન.

ProudOfGujarat

ગુજરાત : EVM મશીનના અભાવને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

ProudOfGujarat

સુરેન્દ્રનગર એડીશનલ જયુડીશિયલ મેજીસ્ટ્રેટની ફર્સ્ટ કલાસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને રૂપિયા 2 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!