Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસરના સોની ચકલામાં રહેતાં દરજીના બંધ મકાનમાં તસ્કરોનો  3.91 લાખનો હાથફેરો

Share

ભરૂચ.
જંબુસરમાં આવેલાં સોની ચકલા વિસ્તારમાં રહેતાં 64 વર્ષના યોગેન ઠાકોર મિસ્ત્રી ગત 25મી ઓક્ટોબરના રોજ તેની પત્ની સાથે સાંજના સમયે ઘરને તાળું મારી વડોદરા તેમના છોકરાના ઘરે ગયાં હતાં. જે બાદ બીજા દિવસે તેઓ રાત્રીના સમયે તેમના ઘરે પરત આવ્યાં હતાં. તેમના ઘરનો દરવાજો બંધ જ હોવાને કારણે તેમણે તેમની ચાવીથી તેમનું તાળું ખોલ્યું હતું. જે બાદ તેઓએ ઘરમાં જઇ તેમનો સામાન મુકી અંદર જતાં રસોડાના નીચેના ભાગે તેમની પત્નીએ મુકેલી જર્મનની પેટી ખુલ્લી હતી. જેમાં મુકેલાં 8 હજાર રૂપિયા રોકડા નહીં જણાતાં ઘરમાં તસ્કરો પ્રવેશ્યાં હોવાનું લાગતાં તેમણે ઘરમાં અન્ય રૂમમાં પણ તપાસ કરતાં તેમના ઘરમાંથી એક દિવસ પહેલાં તેમણે બેન્કમાંથી ઉપાડેલાં રોકડા 50 હજાર તેમજ સોનાચાંદીના દાગીના તેમજ અન્ય રોકડા રૂપિયા મળી કુલ 71 હજાર રૂપિયા અને કુલ 3.05 લાખના સોનાના દાગીના અને 15 હજારના ચાંદીના દાગીના મળી કુલ 3.91 લાખની ચોરી થઇ હોવાનું માલુમ પડતાં તેમણે આખરે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

પાલેજ નગર સહિત પંથકમાં ઇદુલ ફિત્ર પર્વની મુસ્લિમ સમાજ દ્વારા શાનદાર ઉજવણી કરાઇ

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા મતવિસ્તારમાં સરકારની લાપરવાહીથી મહિનામાં ૧૦ થી ૧૨ જેટલી ગાયો મરવાનો દાવો…

ProudOfGujarat

જંબુસરના દેવલા ગ્રામ પંચાયતમાં ૨૩.૭૦ લાખના ખોટા બીલ મંજૂર કરાયાના આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!