Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

એસટીમાં મહિલા ચઢતી વેળા ચાલકે બસ ચલાવતાં પટકાઇ : ગંભીર ઇજા

Share

અચાનક બસ ચાલુ થતાં મહિલાનું સંતુલન ગુમાવ્યું
મહિલાનો હાથ બસના પાછળના ટાયર નીચે આવી ગયો
ભરૂચ.
આમોદના જીન કંપાઉન્ડ વિસ્તારમાં રહેતી ચંપા મગન વસાવાને ભેંસલી ગામે જવુ હોવાથી તે આમોદ ચાર રસ્તા પર આવી બસની રાહ જોઇને ઉભી હતી. તે વેળાં જંબુસર તરફથી એક સરકારી બસ આવી ત્યાં ઉભી રહેતાં તેણે બસનો  દરવાજો ખુલ્લો હોવાથી બસમાં ચઢવા જઇ રહી હતી. તે વેળાં ડ્રાઇવરે અચાનક બસ ચાલુ કરી દેતાં ઝટકો લાગતાં ચંપાએ સંતુલન ગુમાવતાં તે ચાલુ બસમાંથી નીચે પડી જતાં તેને ઇજાઓ થઇ હતી દરમિયાનમાં બસનું પાછળનું ટાયર તેના હાથ પરથી ફરી વળતાં તેના હાથમાં ફેક્ચર થયું હતું.ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઇ જતાં એસટી બસના ચાલકને રોક્યો હતો. બીજી તરફ ઇજાગ્રસ્તને સારવાર માટે લઇ જવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાનમાં એસટી બસના ચાલકનું નામ મિલન મુકેશભાઇ નિમાવત હોવાનું માલુમ પડ્યું હતું. મિલને જે તે સમયે તેની સાથે સમાધાન કરી સારવારનો ખર્ચ આપવાનું જણાવ્યું હતું જોકે, બાદમાં તેણે રૂપિયા નહીં આપતા આખરે ચંપાએ તેની સામે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

દીવ માં પાંચમા દિવસે પણ વરસાદ યથાવત..

ProudOfGujarat

પાલેજ ખાતે ટ્રાફિક પોલીસ ચોકી પોલીસ ઇન્સ્પેકટરના હસ્તે ખુલ્લી મુકાઇ.

ProudOfGujarat

ભરૂચ હાઇવે પર સેગવા ચોકડી પાસે કારમાં આગ લાગતાં દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!