Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રહિયાદ ગામે L&T કંપની પાસે નર્મદા કિનારે જુગાર રમતાં – ઝડપાયાં

Share

દહેજ પોલીસે જુગારિયાઓ પાસેથી 81 હજાર રોકડા સહિત 2.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચ.
દહેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, રહિયાદ ગામની સીમમાં L&T કંપની પાસે આવેલાં હનુમાનજી મંદિરની બાજુમાં નર્મદા નદીના કિનારે ખુલ્લામાં કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના પગલે ટીમે સ્થળ પર દોડી જઇ દરોડો પાડતાં જુગારિયાઓમાં દોડધામ મચી હતી. જોકે, પોલીસે તે પૈકીના યુવરાજ ભાયલાલ ગોહિલ, ભાયલાલ મગન ચૌહાણ, મયુર મહેન્દ્ર પરમાર, બળવંત રામસંગ ગોહિલ, રાકેશ દિનેશ ગોહિલ તેમજ રાજુ જયંતી સોલંકીને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે ભાગી ગયેલાંઓ અંગેની પુછપરછ કરતાં તેમના નામ રણજીત નારસંગ ગોહિલ, દિલીપ ઉર્ફે દેવો ભરત ગોહિલ તેમજ કૌશિક જયંતી સોલંકી હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે સ્થળ પરથી તેમજ દાવ પર લાગેલાં રોકડા રૂપિયા મળી કુલ 81,550 રૂપિયા રોકડા, એક બુલેટ, એક જ્યુપીટર તેમજ એક સ્પ્લેન્ડર મળી કુલ 2.86 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર જુગારિયાઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યાં છે.

Share

Related posts

જીએનએફસીના નીમ પ્રોજેક્‍ટ પ્‍લાન્‍ટની ભારત સરકારના મંત્રીશ્રી સંતોષકુમાર ગંગવાર અને રાજ્‍યના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે લીધેલી મુલાકાત

ProudOfGujarat

ભરૂચ હેડ ક્વાટર્સ ખાતે હોમગાર્ડ અને જી.આર. ડી. તેમજ પોલીસ કર્મીઓ દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરાયું.

ProudOfGujarat

તેરા તુજકો અર્પણ” હેઠળ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની મોટી સફળતા : 11 સાયબર ફ્રોડ પીડિતોને ₹85.48 લાખ પરત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!