Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝધડીયા તાલુકામાં રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગની વિસ્તૃતીકરણ કામગીરી શરૂ કરાશે

Share

ભરૂચ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં

અંદાજિત રૂપિયા ૧૨૦ કરોડના ખર્ચે ૧૦ કિલોમીટરનો આ માર્ગ ૧૦ મીટરથી વધારીને ફોર લેન  ( ૪ )- માર્ગીય સી. સી રોડ બનાવાશે

Advertisement

ભરૂચ

 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ તાજેતરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે ઘણા ખરા માર્ગો બિસ્માર બન્યા હતા. જેને ધ્યાને લઈને ભરૂચ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ દુરસ્તીકરણની તેમજ રીસર્ફેસિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય રાજપારડી નેત્રંગ રોડ પર પેવર પટ્ટાની કામગીરી અને અંકલેશ્વર-  નેત્રંગ હાઈવે પર ડામરની કામગીરી કરવામાં આવી હતી.

       અત્રે ઉલ્લખનિય છે કે, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં રાજપારડી થી નેત્રંગ માર્ગને ૧૦ મીટરથી વધારીને ચાર માર્ગીય સી.સી. રોડ કરવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર આગામી સમયમાં કામગીરી ચાલુ થવાની છે. નાગરિકોને વ્યાપક, સુરક્ષિત અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે માર્ગનું વિસ્તૃતિકરણ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટ ૧૦ કિલોમીટરના અંતરને આવરી લેશે. આ કામગીરી અંદાજિત રૂપિયા ૧૨૦ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે. આ માર્ગ ૧૦ મીટરથી વધારીને ફોર લેન ૪ – માર્ગીય સી. સી રોડ બનાવાશે

      માર્ગનું વિસ્તૃતીકરણ થવાથી સ્થાનિક ખેડૂતો, વેપારીઓ અને મુસાફરોને મોટો ફાયદો થશે. ખાસ કરીને ખેડૂત તેમજ અન્ય ઔદ્યોગિક માલસામાનના પરિવહન અને દૈનિક અવરજવરને વધુ સરળ બનાવશે.પહોળા માર્ગોને કારણે ટ્રાફિક જામની સમસ્યા હળવી થશે અને સાથે જ માર્ગ અકસ્માતોનું જોખમ ઘટાડવામાં પણ મદદરૂપ થશે, જેનાથી મુસાફરી વધુ સુરક્ષિત બનશે.

         


Share

Related posts

જંબુસર-ગજેરા રોડ પર ગંભીર અકસ્માત, યુવાનનું ઘટનાસ્થળે મોત : ટેકટર અને વાન વચ્ચે ભીષણ ટક્કર, વાનના ચીથડા ઉડ્યા; ટેકટર ચાલક ફરાર

ProudOfGujarat

અંકલેશ્વર : બે મિત્રો વચ્ચે આવેલી યુવતીના કારણે બનેલ ઘાતક મર્ડર કેસમાં ત્રણની ધરપકડ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આવેલ GIDC ની કંપનીઓમાં થતાં જીવલેણ અકસ્માતો તેમજ તેના દ્વારા ફેલાવવામાં આવતાં પ્રદૂષણો બાબતે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ કલેકટરશ્રી ને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!