Proud of Gujarat
FeaturedGujaratINDIA

તંત્ર ઘોર નીંદ્રામાં : નેત્રંગ તાલુકાના રસ્તાઓ પર મસમોટા ખાડા : રોજેરોજ અકસ્માતોની બનતી ઘટનાથી વાહનચાલકોમાં ભયનો માહોલ.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનની પ્રારંભની સાથે જ ધોધમાર વરસાદી પાણીના પગલે રોડ-રસ્તાનું ભારે ધોવાણ થતા નિમૉણની કામગીરીમાં ભારે ગોબાચારી થઇ હોવાની આશંકાઓ સેવાઇ રહી છે. જેમાં નેત્રંગ-મોવી રોડ અને તાલુકાભરના રોડ-રસ્તા ઉપર મસમોટા ખાડા પડવા છતાં જવાબદાર માગૅ અને મકાન વિભાગ ધ્વારા પ્રાથમિક ધોરણે પણ સમારકામની કામગીરી કરવામાં નહીં આવતા વાહનચાલકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

નેત્રંગ-મોવી રોડ અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ માગૅ ઉપર આવેલ છે.આ રોડ આગળ જઈને દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી મળે છે, અને એકમાત્ર સીએનજી પંપ આવેલ હોવાથી રાત-દિવસ નાના-મોટા માલધારી વાહનોની હજારોની સંખ્યામાં અવરજવર રહેતી હોય છે. એક-એક ફુંટ ઉંડા ખાડા પડવાથી વાહનચાલકોને જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા છે, મામુલી ગફલતથી રોજેરોજ અકસ્માતની ઘટના બની રહી છે. તેવા સંજોગોમાં તાત્કાલીક નેત્રંગ તાલુકાના રોડ-રસ્તા ઉપરના પડેલા ખાડાનું પ્રા.ધોરણે સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

નવસારી ના બોરસી માછીવાડ ગામે દરિયાઈ ભરતી ના પાણી ગામ માં ફરી વળ્યાં

ProudOfGujarat

છોટાઉદેપુરના છુછાપુરા નજીક બસ અને કાર વચ્ચે અકસ્માતમાં 4 નાં મોત : કારના દરવાજા તોડીને મૃતદેહો બહાર કઢાયા.

ProudOfGujarat

નેત્રંગ ખાતે સ્પેશિયલ ઑપરેશન ગ્રુપના દરોડા, 11 કિલો ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!