Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં હસ્તી તળાવ પાસે બાઈક ખાડામાં પટકાતા બાઈક પાછળ બેસેલ મહિલાને પટકાતા ગંભીર ઇજા

Share

અંકલેશ્વર હસ્તી તળાવ પાસે ચાલુ બાઈક ખાડામાં પટકાતા બાઈક પાછળ બેઠેલા મહિલા પટકાઇ હતી. ગાયત્રી મંદિર પાસે આવેલ હસ્તી તળાવ રોડ પર અકસ્માત સર્જાયો હતો. દંપતી બાળક સાથે ચૌટા નાકા તરફ આવી રહ્યું હતું. અકસ્માતને પગલે મહિલાને ગંભીર ઇજા સાથે મહિલા ને 108 ની મદદથી તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ચોમાસા અને કમોસમી વરસાદ બાદ અનેક માર્ગ પુનઃ ગાબડાં પડ્યા છે. જ્યાં હાંસોટ રોડ પર દાંડી હેરિટેજ માર્ગ પર કડકિયા થી ફ્રેટ કોરિડોર ગુડ્સ ટ્રેન બ્રિજ સુધી માર્ગ નું નવીનીકરણ કર્યુ ના ગણતરીના દિવસો માં પુનઃ ખાડા પડી ગયા છે. ત્યાં ગડખોલ ટી બ્રિજ થી અંકલેશ્વર શહેર માં આવતા આવતા માર્ગ પર અસંખ્ય ગાબડાં પડ્યા છે. જે ખાડા ને લઇ ગત રાત્રી ના હતી તળાવ પાસે એક બાઈક સ્વર દંપતી બાળક સાથે અંકલેશ્વર શહેર માં આવી રહ્યું હતું તે દરમિયાન રોડ ના ખાડો અંધારા માં નજરે ના પડતા બાઈક ખાડામાં પટકાયું હતું. જેને લઇ બાઈક સવાર બેલેન્સ ગુમાવતા બાઈક પાછળ બેસેલ મહિલા ચાલુ બાઈક પર થી રોડ પર પટકાઇ હતી. રોડ પર પટકાતા મહિલા ને ગંભીર ઇજા પહોંચી હતી. જે અકસ્માત જોતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલા ને 108 ની મદદ થી સારવાર અર્થે ખસેડી હતી. ખાડા ને લઇ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા અંતર્ગત તાલુકાના કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા ચોકડી નજીક CNG પંપ પર ગેસ રીફીલિંગ દરમિયાન કારમાં બ્લાસ્ટ.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે ઓક્સીજનની સુવિધા ધરાવતા બેડ અને એમબ્યુલન્સનું લોકાર્પણ કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!