Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભાડભૂત બેરેજ યોજનામાં જમીન સંપાદન માટે અંકલેશ્વરના 6 ગામોના સંમતિ એવોર્ડ જાહેર

Share

ભાડભૂત બેરેજ યોજના – અસરગ્રસ્ત ખેડૂતોની દેવ દીવાળી સુધરી !

 

Advertisement

ડૂબાણની જમીનના પણ સંમતિએવોર્ડ જાહેર કરાતા સ્થાનિક ખેડૂતો માટે ખુશીના સમાચાર

 

ભરૂચ

 

ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજય સરકારે ભરૂચ જિલ્લાના ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમની નેમ રાખે છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્રએ જમીન સંપાદનની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શિ બનાવી ખેડૂતોનું હીત જાળવ્યું છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ૬ ગામોની કુલ 819 હેક્ટર જમીનના સંપાદન માટે, ખેડૂત હિત સર્વોપરી ન્યાયે સરકારે ખેડૂતોની સંમતિથી જમીન મેળવવા માટે, બજાર કિંમત કરતાં પણ વધુ ‘સંમતિએવોર્ડ’ હેઠળ ઉચ્ચ ભાવો મંજૂર કરતાં ભાડભૂત બેરેજ યોજનામાં જમીન સંપાદન માટે સરકારે સર્વોત્તમ ‘સંમતિ એવોર્ડ’ ભાવો જાહેર કર્યા છે. જ્યાં અંદાજિત 5 હજાર કરતા પણ વધુ ખેડૂતોને લાભ થશે.

ખેડૂતો પ્રત્યેની સંવેદના દાખવતાં અંકલેશ્વર તાલુકાના બોરભાઠા, બોરભાઠા બેટ, સક્કરપોર, સરફુદીન, તરીયા અને ધંતુરીયા ગામો માટે સરકારે હયાત જમીન માટે અને ડૂબાણની જમીનના પણ ‘સંમતિ એવોર્ડ’ જાહેર કરતા સ્થાનિક ખેડૂતો માટે દેવ દીવાળી ખરા અર્થમાં સાર્થક બની છે.

જિલ્લા વહીવટી તંત્રની આગેવાનીમાં ‘સંમતિ એવોર્ડ’ હેઠળ ઉચ્ચ ભાવો આપવા ઐતિહાસિક અને ઉદાર નિર્ણયના કારણે ખેડૂતોની દેવ દીવાળી સુધરી છે. જિલ્લા વહીવટી તંત્રની અસરકારક કાર્યવાહીના પરિણામે, ખેડૂતોને ધારણા કરતા વધુ વળતર આપીને જમીન સંપાદન માટે સર્વોત્તમ ‘સંમતિ એવોર્ડ’ ભાવો જાહેર કરી ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવવાનું અને સરકારની ખેડૂતલક્ષી નીતિનો સ્પષ્ટ સંદેશ સરકારે આપ્યો છે.

ભાડભૂત બેરેજ યોજના માત્ર એક પ્રોજેક્ટ નથી,  નર્મદાના મીઠા પાણીને વેડફાતું અટકાવીને, ભરૂચ – અંકલેશ્વર વિસ્તારને દરિયાની ખારાશથી બચાવવા, મીઠા પાણીનો સંગ્રહ કરવા અને કૃષિ તેમજ ઉદ્યોગોને નવજીવન આપવા માટેનો સંજીવની સમાન મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. ત્યારે તમામ અસરગ્રસ્ત ખેડૂતભાઈ – બહેનોને વિનંતી છે કે, તેઓ રાષ્ટ્રહિત અને પોતાના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને વહેલીતકે સંમતિ કરાર કરે અને આ વિશેષ વળતર યોજનાનો વહેલી તકે લાભ લે.

 

( બોક્ષ )

ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતના મોંઢે સંતોષ- ‘ધારણા કરતાં વધારે રકમ મળતા ખુશી વ્યક્ત કરતા ઠાકોર પટેલ

અંકલેશ્વર તાલુકાના નવા હરિપુરા સજોદ ગામના રહેવાસી ઠાકોરભાઈ પરસોત્તમભાઈ પટેલએ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની પ્રશંસા કરતા જણાવ્યું કે, “ભાડભૂત બેરેજમાં અમારી જમીન સંપાદિત થઈ. જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણ કામગીરી પારદર્શી હતી જેથી ‘સંમતિ એવોર્ડ’ના પૈસા તરત જ અમારા ખાતામાં જમા થઈ ગયા. સૌથી મહત્વની વાત એ છે કે, અમારી ધારણા કરતાં પણ વધારે રકમ મળી છે! આ માટે હું રાજ્ય સરકાર અને વહીવટી તંત્રનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું.”

 

( બોક્ષ )

  • *જિલ્લા વહીવટીતંત્ર દ્નારા મુખ્ય ખેડૂતલક્ષી જાહેરાતો*

    સંમતિ કરાર પર વિશેષ વળતર: જે ખેડૂતો સ્વેચ્છાએ સંમતિ કરાર કરીને જમીન આપશે, તેમને ઉપર મુજબના સર્વોત્તમ ભાવો મળવા પાત્ર થશે.
    સંમતિ કરાર કરનાર ખાતેદારને મંજૂર કરેલા વળતરની ૮૦% રકમની ચુકવણી તે જ દિવસે (તાત્કાલિક) કરવામાં આવશે.
    બાકી ૨૦% ની પ્રક્રિયા: બાકીની ૨૦% રકમ અન્ય કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરીને સત્વરે ચૂકવવામાં આવશે.

 

( બોક્ષ )

ભાડભુત બેરેજ પ્રોજેક્ટમાં સંપાદન થતી જમીન સંમતિ એવોર્ડથી મેળવવા માટે સરકાર દ્રારા નીચે મુજબની કિંમત ખેડુતલક્ષી નિર્ણય લઈ, ઉદારમને મંજુર કરવામાં આવ્યો છે.

 

ગામનું નામ ચો.મી. ના ભાવ ( રૂપિયામાં) વિઘાના ભાવ (લાખમાં)
હયાત જમીન માટે ડુબાણ જમીન માટે હયાત જમીન માટે ડુબાણ જમીન માટે
બોરભાઠા ૫૦૫ ૨૫૨.૫૦ ૩૨.૮૩ ૧૬.૪૧
બોરભાઠા બેટ ૫૦૫ ૨૫૨.૫૦ ૩૨.૮૩ ૧૬.૪૧
સક્કરપોર ૨૬૩ ૧૩૧.૫૦ ૨૨.૩૬ ૧૧.૧૮
સરફુદીન ૩૩૯ ૧૬૯.૫૦ ૨૮.૮૨ ૧૪.૪૧
તરીયા ૩૦૧ ૧૫૦.૫૦ ૨૫.૫૯ ૧૨.૭૯
ધંતુરીયા ૩૦૧ ૧૫૦.૫૦ ૨૫.૫૯ ૧૨.૭૯

 


Share

Related posts

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખ વસાવા 29153 મતથી આગળ…

ProudOfGujarat

અક્ષય કુમાર ‘મોસ્ટ વિઝિબલ સેલિબ્રિટી’ તરીકે સેલિબ્રિટી-સમર્થિત જાહેરાતો તરીકે ઉભરી આવ્યા, H1 2024 માં 10% નો વધારો*

ProudOfGujarat

વિશ્વ મહિલા દિનની આગવી રીતે ઉજવણી કરાય.વિવિધ કાર્યક્રમોમાં યોગાનો સમન્વય …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!