Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં એબીસી સર્કલ પાસેના ગોલ્ડન સ્કવેર શોપિંગમાં આગ

Share

નવમાં માળે આવેલી એક લેબર સપ્લાયરની દૂકાનમાં આગ ભભુકી હતી
। ભરૂચ ।
ભરૂચના જૂના નેશનલ હાઈવે પર એબીસી સર્કલ પાસે આવેલાં ગોલ્ડન સ્કવેર શોપિંગ સેન્ટરમાં નવમાં માળે આવેલી એક લેબર સપ્લાયરની ઓફિસમાં અચાનક કોઈ કારણસર આગ ભભુકી ઉઠી હતી. આગ લાગવાથી ઉડેલાં ધૂમાડાને લઈને ફ્લોર પર આવેલી અન્ય ઓફિસોમાં કામ કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. લોકો તુરંત ઓફિસમાંથી બહાર નિકળી આવી નીચે ઉતરવા દોડી ગયાં હતાં. ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના લાશ્કરો તુરંત સ્થળ પર દોડી આવ્યા હતાં. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનશીબે ઘટનામાં કોઈને જાનહાની થઈ ન હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટેનો પ્રયાસ કર્યો હતો.જોકે, પ્રાથમિક તબક્કે શોર્ટસર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Share

Related posts

ભરૂચનાં લુવારા ગામ ખાતે નવીનગરી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું, હજારોના મુદ્દામાલ સાથે 7 ની ધરપકડ

ProudOfGujarat

બાંગ્લાદેશ પર લાલ આંખ કરવાનો સમય આવી ચુક્યો છે : ડો.તોગડીયા

ProudOfGujarat

છેલ્લા દોઢ વર્ષથી વિદેશી દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!