Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભવ્ય ભરૂચની ભવ્ય કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ની ઉજવણી

Share

 

ગ્રંથ અને ગ્રંથાલય નું અસ્તિત્વ જ્યાં સુધી હશે ત્યાં સુધી મનુષ્ય જીવનને અવિરતપણે સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થતી રહેશે.

Advertisement

ગ્રંથપાલના વિચારો જણાવે છે કે ગ્રંથ અને ગ્રંથાલય એ સમાજને જ્ઞાનના આભૂષણોથી શણગારે છે. જે કસ્બા , ગામ કે શહેરમાં ગ્રંથાલયો છે અને કાર્યરત છે અને નાગરીકો તેનો ઉપયોગ કરે છે તો સમજવું કે તે કસ્બા , ગામ કે શહેરના લોકો ખરા અર્થમાં સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.

આજે દરેક કસ્બા , ગામ કે શહેરને એક ઉત્તમ ગ્રંથાલયની આવશ્યકતા છે. ગ્રંથોલયો એ કસ્બા , ગામ કે શહેરની સમૃદ્ધિનું દર્પણ બનીને એના પ્રતિબિંથી જ્ઞાન પ્રકાશ ફેલાવે છે.

જ્ઞાન એ દ્રશ્ય અને અદ્રશ્ય બંને રીતે અભિવ્યક્ત થાય છે. જ્ઞાન એ આપણું સંસ્કારોથી સિંચન કરે છે. જ્ઞાનને કોઈ બંધન નડતું નથી. આવા જ જ્ઞાનને પુસ્તક સ્વરૂપમાં સાચવી રાખતા ગ્રંથાલયોને વધુ સમૃદ્ધ બનાવી માનવ સમાજે તેને ઉપયોગી અને સફળ બનવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. જ્ઞાન એ સતત વહેતું ઝરણું છે એને છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવાની ખરી જવાબદારી આપણી છે. તેથી આજ વિચારને ચરિતાર્થ કરવાના ભાગરૂપે ૧૪ થી ૨૦ નવેમ્બર -૨૦૨૫ દરમિયાન ભવ્ય ભરૂચની ભવ્ય કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવાશે. સમસ્ત ભરૂચના સાહિત્ય રસિકો આ ઉજવણીમાં પ્રદર્શિત કરવામાં આવેલ પુસ્તકો નિશુલ્ક પણે ઘરે વાંચવા લઇ જઈ શકશે જેની નોંધ અને લાભ લેવા અનુરોધ છે.

ભવ્ય ભરૂચની ભવ્ય કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી તરફથી વાંચન પ્રવુત્તિને પ્રોત્સાહન આપવાના હેતુને ચરિતાર્થ કરવા સતત પ્રયત્નશીલ રહે છે અને એના જ ભાગ રૂપે આ પ્રયત્ન અમલમાં મૂકવમાં આવી રહયો. આગામી દિવસોમાં કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી તરફથી આવા બીજા ઉપયોગી પ્રયત્નો પણ હાથ ધરવામાં આવનાર છે જેમાં દર રવિવારે સવારે ૧૦ થઈ ૧૨ કલાક દરમિયાન લાયબ્રેરીની પુસ્તક પરબમાંથી નિશુલ્કપણે વાચકોને પુસ્તકો ઘરે વાંચવા લઇ જવા દેવામાં આવશે અને તે પછીના રવિવારે તે પુસ્તક પાછુ આપી બીજું લઇ જવા દેવામાં આવશે. સૌને એનો લાભ લેવા જણાવવામાં આવે છે.

 


Share

Related posts

ભરૂચ : ફોઈના જ દીકરાએ પૈસાની લેતી-દેતી અંગે સગીરા પર દુષ્કર્મ આચર્યું.

ProudOfGujarat

ઝઘડીયાના સારસા ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલાઓને રોજગારલક્ષી યોજનાઓની અપાઈ માહીતી.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં તા. ૧૯ મી ડિસેમ્બરે ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા ૧૧ ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!