Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ ખાતે ઓપેલ ONGC દહેજ અને પેટ્રોનેટ એલ.એન.જી. રાજય કક્ષાની ઓઇલ એન્ડ કેમિકલ ડિઝાસ્ટર અંગેની મોકડ્રીલ યોજાઇ

Share

ભરૂચ

ઈમરજન્સીના સમયે આવી પડેલી આપદાના સમયે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA), અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) તથા જિલ્લા ક્રાઈસીસ ગૃપના સંયુકત ઉપક્રમે પેટ્રોનેટ એલ.એન.જી તથા ઓપેલ ONGC દહેજ ખાતે રાજયકક્ષાની ઓઇલ એન્ડ કેમિકલ ડિઝાસ્ટર અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ કટોકટીની સજ્જતા ચકાસવા માટે હાથ ઘરવામાં આવી હતી.
Opal ONGC દહેજ ખાતે (Spherical tank ) ટેન્કમાં સંગ્રહિત હેવી પ્રોપીલિનના લીકેજને કારણે વિસ્ફોટ થયો અને આગ લાગી હતી. જ્યારે પેટ્રોનેટ એલ.એન.જી.માં સોળ ઈંચની પાઈપલાઈનમાં ભંગાણ પડવાથી ક્રૂડ ઓઇલની પાઈપ લાઈનમાંથી ફૂડ લીકેજ થયું હતું. જે લિકેજના કારણે આગ લાગી હતી. લેવલ ૩ ની ઓફ સાઈટ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ બંને મોકડ્રીલમાં કંપનીના સંબંધિત વિભાગો સાથે સંકળાયેલી ટીમ દ્વારા તાત્કાલિક કટોકટીની કાર્યવાહી કરવામાં આવી હતી.
Opal ONGC દહેજ ખાતે સ્ટેરીયલમાં સંગ્રહિત હેવી પ્રોપીલિનના લીકેજને ૧૦ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત જેમાંથી ૨ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલમાં હોસ્પિટલમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. તેની સાથે સ્થાનિક આરોગ્ય તંત્રની ર્ડાકટર અને અન્ય આરોગ્ય કર્મીઓ દ્વારા રેસ્કયુ કરાયેલ તમામ વ્યક્તિના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના દરમ્યાન પોલીસ દ્વારા સચારું રીતે વાહન વ્યવસ્થાનો કંટ્રોલ કરવામાં આવ્યો હતો. તેની સાથે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ સુવ્યસ્થિત અને ત્વરિત કામગીરી કરવામાં આવી હતી. આ ઘટના દરમ્યાન ૯ જેટલા ફાયર વાહનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગને ઝડપથી કાબુમાં લેવા તજવીજ હાથ ઘરવામા આવી હતી.
આ ઉપરાંત પેટ્રોનેટ એલ.એન.જી.દહેજ ખાતે સોળ ઈંચની પાઈપલાઈનમાં ભંગાણ પડવાથી લિકેજ થયેલ કેમિકલમાં અચાનક લાગેલ આગ અંગેની મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રીલ અંગેની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્રના તમામ સંબંધિત કચેરીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ મોકડ્રીલમાં એનડીઆરએફ અને સ્થાનિક તંત્રના સહયોગથી ૨૨૨ વ્યક્તિઓનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૪ વ્યક્તિ વઘુ ઇજાગ્રસ્ત હોવાથી તેમને તાત્કાલિક સારંવાર અર્થે ખેસડવામાં આવ્યા હતા. તેની સાથે આરોગ્ય તંત્ર દ્વારા નજીકના પી.એચ.સી. સેન્ટર ખાતે બેડની હોસ્પિટલ ઉભી કરી દેવામાં આવી હતી. સ્થાનિક લોકોને સમગ્ર ઘટનાની સાચી માહિતીથી સરપંચ અને તલાટીના સહયોગથી વાકેફ કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ તેમના ૧૮ વાહનો સાથે આગને કાબુમાં લેવા ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસ ટીમ દ્વારા ટ્રાફિકના નિયમન સાથે લોકોને સાચી વાતથી વાકેફ કરવાની ઉમદા કામગીરી કરી હતી. તેની સાથે કોસ્ટગાર્ડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર મોકડ્રીલમાં સમગ્ર વહીવટી તંત્રની કામગીરી ખૂબ પ્રસંશનીય રહી હતી.
આ મોકડ્રીલ દરમ્યાન ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટર  ગૌરાંગ મકવાણાની સૂચનાથી નાયબ કલેકટર  એમ.એન.મનાણી દહેજ ખાતે પહોંચી ગયા હતા. સમગ્ર વહીવટી તંત્રની વિવિઘ ટીમો સાથ સંપર્ક કરીને ઘટનાને કાબુમાં લેવાની તજવીજ હાથ ઘરી હતી. તમામ પરિસ્થિતિનો પળેપળની માહિતી નિવાસી અધિક કલેકટર દ્વારા મેળવવામાં આવતી હતી.

Advertisement

આ મોકડ્રીલ બાદ બન્ને જગ્યાની ટીમો સાથે નાયબ જિલ્લા કલેકટર  એમ. એન. મનાણીના અધ્યક્ષસ્થાને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા વિવિધ ટીમો સાથે ચર્ચા- વિર્મશ કરવામાં આવ્યો હતો. જેમાં આ મોકડ્રીલમાં તમામ ટીમોની કામગીરીની પ્રસંશનીય રહી હતી. મોકડ્રીલમાં નાની – મોટી ખામી રહી ગઇ હતી. તેના ઉપર મુક્ત મને વિચારોની આપ-લે કરવામાં આવી હતી.


Share

Related posts

વધુ એક ક્રાંતિનું સાક્ષી બનશે ગુજરાત, એર ટેક્સી સેવા માટે અમદાવાદમાં બનશે દેશનું પહેલું વર્ટી પોર્ટ.

ProudOfGujarat

શેખપુરના તળાવની પાળ ઉપર ગાબડુ દેખાતા ગ્રામજનોએ તંત્રને કરી જાણ

ProudOfGujarat

ગરુડેશ્વર તાલુકાનાં કોઠી ગામનાં કેટલાક વ્યક્તિઓનાં નામો મતદાર યાદીમાં ન સમાતા રોષ : ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!