Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આંબોલી ગામે જુગાર રમતા 5 જુગારી ઝડપાયાં

Share

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે આંબોલી ગામે જુગાર રમતા 5 જુગારી ની કરી ધરપકડ કરી હતી. પોલીસે તેઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 15,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આંબોલી ગામે કાંતિ ટેકરા ખાતે કપાસના ખેતરની બાજુમાં જુગાર રમાઈ રહ્યો હતો.

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓને બાતમી મળી હતી કે અંકલેશ્વર ના આંબોલી ગામે કાંતિ ટેકરા ખાતે કપાસના ખેતરની બાજુમાં જુગાર ગામ ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડા પાડતા 5 જુગારીયા જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 15,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલામાં પોલીસે રવિભાઇ રમેશભાઈ વસાવા રહે આંબોલી ગામ, સંજયભાઈ વેચાણ ભાઈ વસાવા રહે, બોઈદરા કોલોની બોઈદરા,અક્ષયભાઇ મહેશભાઈ વસાવા રહે ડેરી ફલીયુ આંબોલી ગામ, અલ્પેશભાઇ ગોકુળભાઈ વસાવા રહે કાંતી ટેકરો આબોલી ગામ અને અલ્પેશભાઇ કીકાભાઈ ઓડ રહે બોઈદરા કોલોની બોઈદરા ગામ તા.અંકલેશ્વર ની ધરપકડ કરી હતી.

Advertisement

Share

Related posts

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મીરે એસેટ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડની રજૂઆત.

ProudOfGujarat

જાગૃત નાગરિકોની સમયસરની કામગીરીથી લારીમાં લાગેલી આગની ઘટનામાં મોટું નુકસાન ટળ્યું

ProudOfGujarat

ભરૂચના ડૉ.સુનીલ ભટ્ટ દ્વારા લિખિત, નરેન્દ્ર મોદી પર આધારિત “પરિવર્તનશીલ નેતૃત્વ અને સુશાસન” પુસ્તક નું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!