Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ખરોડ પબ્લિક સ્કૂલ ખાતે સ્વ અહેમદ પટેલની યાદમાં પાંચમી ઇન્ટર સ્કૂલ ફૂટબોલ અને બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ

Share

અંકલેશ્વર ખરોડ ગામ પાસે આવેલ પબ્લિક સ્કૂલ ખાતે મરહુમ અહેમદ પટેલ ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે બાસ્કેટબોલ અને ફૂટબોલ સ્પર્ધા યોજાઈ હતી. અહેમદ પટેલ મેમોરિયલ ગર્લ્સ બાસ્કેટ બોલ અને બોઇઝ ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજરોજ મરહુમ અહેમદ પટેલ ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તેમની પુત્રી મુમતાઝ પટેલ ની ઉપસ્થિતિમાં ફાઇનલ મેચ રમાઈ હતી.જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા મુમતાઝ પટેલે તેઓના પિતાને યાદ કર્યા હતા.અને અહેમદ પટેલ રાજકારણ નહીં આવતા તો તેમની ઈચ્છા ક્રિકેટર બનવાની હતી.તેઓને સ્પોર્ટ્સમાં વધુ રુચિ હતી.જેથી આજે રમાયેલી બાસ્કેટબોલ અને ફૂટબોલ સ્પર્ધા બદલ શાળા અને અહેમદ પટેલ મેમોરિયલ નો આભાર વ્યક્ત કર્યો હતો સાથે ઇન્ડસ્ટ્રીયલ જોનમાં મરહુમ અહેમદ પટેલના સ્ટેચ્યુ અંગે ચાલી રહેલી ચર્ચા અંગે સવાલ પૂછવામાં આવતા મુમતાઝ પટેલે તેઓના પિતાને પોસ્ટરમાં તેની તસ્વીર લગાવવામાં આવતી તે પણ ગમતું નહોતું તેથી તેઓના પિતા લોકોના દિલમાં રહે છે.તેમ જણાવી મરહુમ અહેમદ પટેલના સ્ટેચ્યુની વાતને નકારી હતી. તેઓની કબર પણ સાદી બનાવી હોવાનું જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

જ્યોતિ સક્સેના – મારા માટે સુંદરતા માત્ર એક સુંદર ચહેરો અને સંપૂર્ણ શરીર કરતાં વધારે છે.

ProudOfGujarat

અયોધ્યામાં નિર્માણ થનારા ભવ્ય રામમંદિર માટે ગોધરાથી જળ-માટી મોકલવામાં આવ્યા.

ProudOfGujarat

નર્મદા ખાણ ખનીજ વિભાગે સીઝ કરેલી હાઇવા ટ્રકની ચોરી થતા ગુનો દાખલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!