Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બાગાયતની ખેતી કરતા ભરૂચ જિલ્લાના ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ તા.૦૧ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે

Share

ભરૂચ

ભરૂચ જિલ્લાના સામાન્ય તથા અનુસુચિત જન જાતિના ખેડૂત ખાતેદારો માટે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં બાગાયત ખાતાના ક્રુષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવા અંગેનો કાર્યક્રમ ઘટકમાં સહાય મેળવવા માંગતા ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે તે માટે આઇ-ખેડૂત પોર્ટલ તા.૦૧/૧૨/૨૦૨૫ થી તા.૧૦/૧૨/૨૦૨૫ સુધી ખુલ્લુ મૂકવામાં આવેલ છે.

Advertisement

 ભરૂચ જિલ્લાના જે ખેડૂતો ચાલું નાણાકીય વર્ષ 2024-25 માટે બાગાયતની યોજનાઓ હેઠળ લોન લેવા માંગતા હોય તેઓએ મીની ટ્રેક્ટર સાથે, રોટાવેટર, કલ્ટીવેટર અથવા મીની ટ્રેક્ટર ટ્રેલી, મીની ટેન્કરમાં સહાયનો લાભ લેવા ઇચ્છતા હોય તેવા સામાન્ય તથા અનુસૂચિત જનજાતિના ખેડૂત ખાતેદારોએ આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર ઑનલાઇન અરજી કરવાની રહેશે.

 અરજી કરવા માટે ખેડૂતો https://ikhedut.gujarat.gov.in/ વેબસાઇટ પર પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી અથવા અત્રેની કચેરીમાં કચેરી સમય દરમ્યાન ૭/૧૨, ૮-અની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો અને નેશનલાઇઝ બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને સહાયનો લાભ લેવા માંગતા ઘટકમા સમયસર અરજી કરવી. નવીન આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતો પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની ઓનલાઇન મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના થશે તેમ, નાયબ બાગાયત નિયામકશ્રી, ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.


Share

Related posts

પંચમહાલ : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ઓનલાઈન માધ્યમથી યોજાયો.

ProudOfGujarat

વલસાડમાં તિથલ દરિયો ગાંડોતૂર : તોફાની પવનને કારણે કાચા મકાનોના છાપરા ઉડયા હતા.

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓને મુખ્યમંત્રીના હસ્તે સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસનો ચેક અર્પણ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!