Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા (SIR) અંતર્ગત મેગા કલેકશન કેમ્પ :  હજારો નાગરિકો લાભાન્વિત

Share

ભરૂચ

 

Advertisement

મતદાર યાદી ખાસ સઘન સુધારણા (SIR) અભિયાનને વધુ અસરકારક બનાવવા ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ તા.29 અને 30 નવેમ્બર 2025 દરમિયાન જિલ્લાભરમાં બે દિવસીય મેગા કલેકશન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ મામલતદાર કચેરીઓ, તાલુકા પંચાયતો તથા નગરપાલિકા કચેરીઓ ખાતે શનિવારે યોજાયલા આ કેમ્પમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને મતદાર યાદી સંબંધિત વિવિધ સેવાઓનો તાત્કાલિક લાભ લીધો હતો

જિલ્લાભરના તમામ કેમ્પોમાં મામલતદાર, અધિકારીઓ, કર્મચારીઓ અને BLO પણ આ કામગીરીને ગૌણ પ્રક્રિયા નહીં પરંતુ મિશન મોડમાં સેવા આપી રહ્યા હોવાનો અનુભવ નાગરિકોને થયો હતો. નાગરિકો પાસેથી મળતા ફોર્મનો તાત્કાલિક સ્વીકાર, સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ અને જરૂરી દિશા-નિર્દેશ આપતાં કેમ્પ નાગરિક-કેન્દ્રિત શાસનનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયા છે.

ખાસ ઝૂંબેશના બીજા દિવસે તા. ૩૦ નવેમ્બર-૨૦૨૫ (રવિવાર)ના રોજ પણ સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક દરમિયાન આ કામગીરી ચાલુ રહેશે. મતદારોને વધુ સુલભતા મળે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ડિજિટલ સુવિધાઓ અને આધુનિક પ્રયાસ થકી મતદાર પોતાની ઓળખ અને વિગતો ચકાસવા માટે મતદાર સેવા પોર્ટલ voters.eci.gov.in પર “Book a call with BLO” વિકલ્પનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વધુ વિગતો માટે હેલ્પલાઇન : 1950 ઉપર પણ મતદારો સંપર્ક કરી શકે છે.

શનિવારે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાનાં મતદારએ મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારણા, સ્થણાંતર, ફોટો અપડેટ તેમજ અન્ય તમામ મતદારલક્ષી સેવાઓનો લાભ લીધો હતો. ખાસ કરીને તા.૦૧લી જાન્યુઆરી-૨૦૨૬ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે મતદાર તરીકે નોંધણીનો આ ખાસ અવસર ઉપલબ્ધ થયો હતો. આ સમગ્ર અભિયાન દર્શાવે છે કે, ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર માત્ર ફરજ નહીં, પરંતુ લોકતંત્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહ્યું છે. મેગા કલેકશન કેમ્પો દ્વારા જે સઘન કામગીરી કરવામાં આવી છે.


Share

Related posts

ઉમરપાડા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 68 અને જીલ્લા પંચાયતની 2 બેઠક માટે 15 ઉમેદવારોએ ભાજપનાં નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી.

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો

ProudOfGujarat

અંકલેશ્વર-ચંદનના ઝાડની ચોરી કરતી ટોળકી સક્રિય બની,વધુ એક ગામમાં ચંદનના ઝાડની ચોરી ની ઘટના સામે આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!