Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા પાસેના કરજણ ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં 26 હજાર કયુસેક પાણી નદીમાં છોડાયુ : ડેમના ચાર ગેટ ખોલાયા.

Share

ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી ગણાતા કરજણ ડેમમા ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં કરજણ ડેમની આવક વધી જવા પામી હતી. જેનાં પગલે આજે ચોમાસુ સીઝનમા પહેલી વાર ડેમ સત્તાવાળાઓને કરજણ ડેમના 4ગેટ ખોલવાની ફરજ પડીહતી. કરજણ ડેમમા 1 લાખ કયુસેક પાણીની આવક થતા ડેમ ની જળસપાટી મા વધારો નોંધાયો હતો. હાલ ડેમની સપાટી 113.84 મીટરે પહોચી છે. આજરોજ ડેમના ચાર દરવાજા 1.2 મીટર સુધી ખોલાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેમાં સાવચેતીના આજુબાજુના કાંઠા વિસ્તારના ચાર ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું છે.

કરજણ ડેમમાંથી પાણી છોડાતા કરજણ નદીમા નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થઇ હતી. સાવચેતીના પગલાં રુપે નીચાણવાળા વિસ્તારોમાં નદી કિનારેના ગામો રાજપીપળા સહિત ભદામ, હજરપરા, ભચરવાડા, ભુછાડ, ધાનપોર, ધમણાચા સહિત નાઓને સાબદા કરાયા હતા. આજે ડેમના કેચમેનટ એરિયામાં ભારે વરસાદ પડતા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણી ની ભારે આવક થતાં ડેમ હાલ ડેમનું રુલ લેવલ 113.75 મીટરથી વધીને જળસપાટી 113.84 મીટરની ઉંચાઈએ પહોંચી ગઈ હતી. તેથી ડેમના રુલ લેવલ જાળવવા ડેમ સત્તાધિશોને ડેમમાથી પાણી છોડવાની ફરજ પડી હતી હોવાનું નાયબ કાર્યપાલક ઈજનેર પ્રતીક સહાનેએ જણાવ્યું હતું.

કરજણ ડેમ સતતાધિશો તરફથી મળતી માહિતી અનુસાર કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા છેલ્લા 3 દિવસથી ડેમની જળસપાટીમા સતત વધારો નોંધાયો હતો, ડેમ ખાતે 1 લાખ કયુસેક પાણીની આવક થતા ડેમની જળસપાટીમા વધારો નોંધાયો હતા. હાલ ડેમમાથી કરજણ નદીમા 26000 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જયારે પાણીની આવક 33000 ક્યુસેક છે. ડેમમાં પાણીનો જથ્થો 473.79 મિલિયન ઘન મીટર છે એ જોતા કરજણ ડેમ આજે 92.39% ભરાઈ જતા ડેમને હાઈ એલર્ટ કરાયો છે. હાઇડ્રોપાવર પણ ચાલુ કરી દેતા વીજ ઉત્પાદન પણ શરૂ થઈ જતા દૈનિક 70 હજાર યુનિટ વીજ ઉત્પાદન શરૂ થયું છે. હજી પણ ઉપરવાસમાં વરસાદ ચાલુ હોવાથીઅને બે દીવસ સુધી ભારે વરસદાની આગાહી હોવાથી સતત બે દીવસ વરસાદ ચાલુ રહે તો ડેમ સત્તાવાળાઓએ આ વર્ષે ચોમાસામાં ડેમ ૧૦૦% ભરાવાની શક્યતા ડેમ સત્તાવાળાઓ વર્ણવી હતી.

ડેમમાં સારી આવક થતા ભરુચ નર્મદાના ખેડૂતો ખુશખુશાલ છે કારણકે કરજણ ડેમ ભરા નર્મદાના ખેડૂતોની જીવાદોરી હોવાથી કરજણના નવા નીરથી કેળા, શેરડી, કપાસ જવા પાકને ખુબજ ઉપયોગી હોવાથી આ પાકનું ઉત્પાદન વધી જશે ઉપરાંત પક્ષીઓ, જીવજંતું અને મનુષ્યને પીવાના પાણીની સમસ્યા હલ થશે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અદાણી ફાઉન્ડેશન — પર્યાવરણપ્રેમી, પ્રગતિશીલ અને પ્રતિબદ્ધ સમાજના નિર્માણ માટે સમર્પિત.

ProudOfGujarat

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર ભીડનો લાભ લઈ ગઠિયો શિક્ષિકાનો મોબાઇલ ચોરી ફરાર

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં તરબૂચની ખેતી કરનારાઓને ઓછો વેચાણ ભાવ મળતાં ઉત્પાદકો ચિંતિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!