Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર ભીડનો લાભ લઈ ગઠિયો શિક્ષિકાનો મોબાઇલ ચોરી ફરાર

Share

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ વચ્ચે ચોરીની ઘટના સામે આવી છે. અંકલેશ્વરમાં રહેતી શિક્ષિકા ગીતાબેન કમલેશભાઈ પટેલનો મોબાઇલ અજાણ્યા ચોર દ્વારા ચોરી કરી લેવાયો હોવાનો બનાવ નોંધાયો છે.

મળતી માહિતી અનુસાર, ગીતાબેન પટેલ તા. 15 માર્ચ 2026ના રોજ વહેલી સવારે અંકલેશ્વરથી વડોદરા જવા માટે રેલ્વે સ્ટેશન પર પહોંચી હતી. સવારે અંદાજે 6:40 વાગ્યે ટ્રેન નં. 19033 ગુજરાત ક્વીન એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 1 પર આવતા તેઓ જનરલ ડબ્બામાં ચડતી વખતે ભારે ભીડનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

ટ્રેન શરૂ થયા બાદ જ્યારે તેમણે પોતાના પર્સમાંથી મોબાઇલ કાઢવા પ્રયાસ કર્યો ત્યારે મોબાઇલ મળ્યો નહોતો. તપાસ કરતા જાણવા મળ્યું કે ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યા ચોરે તેમનો સેમસંગ કંપનીનો M32 મોડેલનો અંદાજે ₹13,000 કિંમતનો મોબાઇલ ચોરી કરી લીધો હતો.

આ બનાવ અંગે ગીતાબેન પટેલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રેલ્વે સ્ટેશન જેવા વ્યસ્ત સ્થળોએ વધતી ચોરીની ઘટનાઓને લઈ મુસાફરોમાં ચિંતા વ્યાપી છે.


Share

Related posts

અંકલેશ્વર : ઝઘડિયા ખાતે લઇ જવાતી પ્રસુતાની ૧૦૮ માં સફળતાપૂર્વક પ્રસૂતિ કરાઇ.

ProudOfGujarat

નવસારીમાં આઝાદીના 70 વર્ષ બાદ આદિવાસી પરિવાર અંધારામાંથી ઉજાસમાં આવ્યો

ProudOfGujarat

સુરત શહેરમાં ચકચારી ગેંગ વોરમાં સૂર્યા મરાઠીની હત્યામાં સામેલ બે હત્યારાઓને સુરત શહેર પોલીસે ઝડપી લીધા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!