Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર GIDCમાં રખડતા આખલાઓનો આતંક: બે આખલાઓની અડફેટે મહિલા ગંભીર ઇજાગ્રસ્ત

Share

 

અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારોમાં રખડતા આખલાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. મુખ્ય માર્ગો તેમજ આંતરિક શેરીઓમાં આખલાઓ બેફામ ફરી રહ્યા હોવાથી સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.

Advertisement

તાજેતરમાં બે આખલાઓ વચ્ચે થયેલી જોરદાર અડફેટ દરમિયાન રસ્તેથી પસાર થઈ રહેલી એક મહિલા તેમની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનામાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ મહિલાના બંને હાથમાં ફેક્ચર થયું છે. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાના વીડિયો તેમજ CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેને લઈને લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યા લાંબા સમયથી યથાવત છે. અનેક વખત રજૂઆતો છતાં અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. હવે આ ઘટનાએ લોકોના જીવને જોખમ ઊભું કર્યું હોવાથી જવાબદાર તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી રખડતા આખલાઓને પકડી સુરક્ષિત સ્થળે ખસેડે તેવી માંગ ઉઠી છે.

સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં વધુ ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે.


Share

Related posts

અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલયમાં ફ્રેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

જાફરાબાદ : દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે વિકાસ કામના લોકપર્ણ તેમજ ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

કર્ણાટકમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થતા કરજણ કોંગ્રેસ દ્વારા વિજયોત્સવની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!