Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર નજીક નર્મદા ગાર્ડનમાં ઝાડીઓમાં રમાતાં જુગાર પર એલસીબીની રેડ: 3 ઝડપાયા, 2 ફરાર

Share

ભરૂચ શહેરમાં ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ પર લગામ કસવા એલ.સી.બી. પોલીસ દ્વારા ઝાડેશ્વર ચોકડી નજીક આવેલા નર્મદા ગાર્ડનમાં રેડ કરી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે બે આરોપીઓ સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર, એલ.સી.બી.ના સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે નર્મદા ગાર્ડનની બાવળોની ઝાડીઓમાં કેટલાક ઇસમો પૈસાની હારજીત સાથે પત્તાપાનાનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પંચોને સાથે રાખી પોલીસ ટીમે સ્થળ પર દોડધામ કરી રેડ યોજી હતી.

Advertisement

રેડ દરમિયાન પોલીસે ભાસ્કર તારા બિસ્તા, સાગર દીપક ખડકા (બન્ને મૂળ નેપાળ) તથા અનિલ ભરતભાઈ માછી (રહે. મક્તમપુર, ભરૂચ) ને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જ્યારે ઇલિયાસ (ધોબી તળાવ, ભરૂચ) અને કિરણ (મક્તમપુર, ભરૂચ) પોલીસને જોઈ ભાગી છૂટ્યા હતા.

પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા ₹18,800, ત્રણ મોબાઈલ ફોન, એક મોટરસાયકલ તથા પત્તાપાનાનો સેટ સહિત કુલ ₹96,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર આરોપીઓની શોધખોળ માટે પણ પોલીસ તંત્ર સક્રિય બન્યું છે.


Share

Related posts

યાત્રાધામ વીરપુરમાં ખેડૂતોએ કર્યા વાવણીના શ્રીગણેશ, કપાસ, મગફળી, સોયાબીનનું કર્યું વાવેતર.

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે પર આવેલ ટોલ પ્લાઝા નજીક બાઈક ટેન્કર પાછળ ભટકાતા એક યુવાનનું ઘટના સ્થળ એજ મોત નીપજ્યું હતું જયારે અન્ય યુવાનને ઈજાઓ પહોંચી હતી.

ProudOfGujarat

ભરૂચ ની શ્રી કે જે પોલીટેક્નિક કોલેજ ના સમય માં ફેરફાર ને લઇ આજ રોજ રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થી ઓ અને મેનેજમેન્ટ વચ્ચે હોબાળો થયો હતો…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!