Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની ભીડભંજનની ખાડીમાં જુગાર રમતાં ૬ ઝબ્બે : ૩ મહિલા સહિત ફરાર

Share

પોલીસે રોકડા૧૨ હજાર, ૫ બાઈક મળી ૩૭ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

હનુમાન મંદિરની આગળ સ્ટ્રીટ લાઈટ નીચે મહેફિલ જમાવી હતી

Advertisement

।ભરૂચ ।

ભરૂચ એ ડિવિજન પોલીસનો કાફલો પેટ્રોલિગમાં હતો. તે વેળા તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભીડભંજનની ખાડી વિસ્તારમાં આવેલાં હનુમાન મંદીરની આગળ ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલીંક મહિલાઓ તેમજ પુરૂષોએ જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગારિયાઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, પોલીસે ૬ જણાને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે ત્રણ મહિલા સહિત ૫ ફરાર થઈ ગયાં હતાં.

ભરૂચ એ ડિવિજન પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભીડભંજન ખાડી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારની મહેફીલ જમાવી બેસેલાં જુગારિયાનો ઝડપી પાડવા દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી અબ્દુલ હમીદ શેખ,આરીફ કાલુ વોરા, હાતીમ ઐયુબ નમકવાલા, બંકીત ઠાકુર મિસ્ત્રી, શૈલેષ પ્રકાશશ વસાવા તેમજ પિન્ટુ પ્રફુલ સોન્કીને ઝડપી પાડ્યાં હતાં. ટીમે તેમની અંગઝડપીમાંથી કુલ રોકડાં ૧૦ હજાર તેમજ દાવ પર લાગેલાં ૧૬૦૦ મળી કુલ ૧૨ હજાર રૂપિયા રોકડા તેમજ ૨૫ હજારની મત્તાના ૫ મોબાઈલ મળી કુલ ૩૭ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલાં બુટલેગરોની પ્રાથમિક પુછપરછમાં તેમણે કબુલ્યું હતું કે, પોલીસની રેડ જોઈને તેમની સાથે જુગાર રમતા અલ્પેશ ઉર્ફે ગભરુ વસાવા, અરૂણ દેવીપુજક, ઉષા રણજીત વસાવા, રજની વસંત પરમાર તેમજ રંજન વસાવા હતાં. બનાવને પગલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

પખાજણ ગામના બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહનની ટક્કરે શ્રમિકનું મોત

ProudOfGujarat

નશામાં શખ્સ લવારો કરતો હોઇ યુવાને 112ને ફોન કર્યો, તો પોલીસને કેમ બોલાવી કહીં મારવાની ધમકી : પારખેત ગામે બનેલી ઘટના : પાલેજ પોલીસે પતિ-પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધી

ProudOfGujarat

फरहान अख्तर ने सई रा नरसिम्हा रेड्डी के सह-कलाकार और दिग्गज अभिनेता अमिताभ बच्चन एवं चिरंजीवी के बीच एक विशेष पैनल की मेजबानी की!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!